GSEB SSC Results 2026 District-Wise: બનાસકાંઠા 90.19 ટકા સાથે ટોપ જિલ્લામાં, દીવનું 98.07 ટકા પરિણામ; પંચમહાલ સૌથી પાછળ

GSEB Gujarat Board 10th Results 2026 District-Wise: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC) ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 06 May 2026 08:41 AM (IST)Updated: Wed, 06 May 2026 08:46 AM (IST)
gseb-ssc-results-2026-gujarat-board-10th-result-district-wise-pass-percentage-statistics

GSEB Gujarat Board 10th Results 2026 District-Wise: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC) ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યભરના જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો પરિણામમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ 98.07% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે, જ્યારે પંચમહાલ જિલ્લામાં સૌથી ઓછું 76.42 ટકા પરિણામ રહ્યું છે.

મુખ્ય જિલ્લાઓમાં બનાસકાંઠા શ્રેષ્ઠ

રાજ્યના મુખ્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાએ 90.19% પરિણામ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અન્ય જિલ્લાઓમાં નર્મદા 90.85%, મોરબી 89.13%, ગાંધીનગર 88.79% અને રાજકોટ 88.11% પરિણામ સાથે અગ્રેસર રહ્યા છે. આ ઉપરાંત મહેસાણા, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લાઓએ પણ 88% થી વધુ સફળતા પ્રાપ્ત કરીને શૈક્ષણિક ક્ષેત્રે પોતાની મજબૂત પકડ દર્શાવી છે.

સુરતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ

રાજ્યના આર્થિક પાટનગર ગણાતા સુરત જિલ્લામાં 86.04% પરિણામ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં રાજ્યના સૌથી વધુ 82,306 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 81,652 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારનું પરિણામ 82.52% રહ્યું છે, જે અમદાવાદ શહેરના 79.99% કરતા વધુ છે. વડોદરા જિલ્લામાં 78.38% અને ખેડા જિલ્લામાં 77.90% પરિણામ નોંધાયું છે.

પંચમહાલ અને દાહોદ પરિણામમાં પાછળ

પરિણામના વિશ્લેષણ મુજબ કેટલાક જિલ્લાઓમાં સફળતાનો આંકડો નીચો રહ્યો છે. પંચમહાલ જિલ્લો 76.42% સાથે રાજ્યમાં સૌથી નબળું પ્રદર્શન કરનાર જિલ્લો બન્યો છે. તેની સાથે જ દાહોદમાં 77.35% અને ખેડામાં 77.90% પરિણામ આવતા આ જિલ્લાઓ રાજ્યની સરેરાશ કરતા પાછળ રહ્યા છે.

કેન્દ્રશાસિત પ્રદેશોનું શાનદાર પ્રદર્શન

નાના કેન્દ્રશાસિત પ્રદેશોએ શિક્ષણ ક્ષેત્રે ઊંચા આંકડા હાંસલ કર્યા છે. દીવમાં 98.07% અને દમણમાં 95.12% પરિણામ આવ્યું છે, જે દર્શાવે છે કે અહીં શિક્ષણનું સ્તર ઘણું ઊંચું છે. દાદરા નગર હવેલીમાં પણ 86.45% વિદ્યાર્થીઓ સફળ થયા છે.

GSEB SSC 2026 જિલ્લાવાર પરિણામ । GSEB SSC Results 2026 District-Wise

જિલ્લાનું નામ નોંધાયેલ સંખ્યા ઉપસ્થિત સંખ્યા ટકા
અમદાવાદ શહેર 47483 46667 79.99%
અમદાવાદ ગ્રામ્ય 39846 39361 82.52%
અમરેલી 15345 14853 79.75%
આણંદ 28511 28119 82.29%
અરવલ્લી (મોડાસા) 15911 15420 88.88%
બનાસકાંઠા 43703 43147 90.19%
ભરૂચ 19291 18928 84.15%
ભાવનગર 30109 29757 86.06%
બોટાદ 8343 8278 87.59%
છોટા ઉદેપુર 11101 10890 82.42%
દાહોદ 29993 28630 77.35%
ડાંગ (આહવા) 3508 3448 88.17%
દેવભૂમિ દ્વારકા 7715 7591 80.28%
ગાંધીનગર 22697 22301 88.79%
ગીર સોમનાથ (વેરાવળ) 14195 13981 82.34%
જામનગર 14443 14232 85.08%
જુનાગઢ 18350 17827 83.36%
ખેડા 26517 25787 77.90%
કચ્છ 21117 20867 84.64%
મહિસાગર (લુણાવાડા) 15304 14774 82.60%
મહેસાણા 26029 25615 88.14%
મોરબી 12300 12166 89.13%
નર્મદા 7029 6883 90.85%
નવસારી 17708 17358 84.61%
પંચમહાલ 23039 22431 76.42%
પાટણ 15338 15107 83.27%
પોરબંદર 5561 5439 79.59%
રાજકોટ 40007 39549 88.11%
સાબરકાંઠા 19875 19276 82.91%
સુરત 82306 81652 86.04%
સુરેન્દ્રનગર 16282 16021 88.02%
તાપી 8155 7948 83.22%
વડોદરા 38369 37993 78.38%
વલસાડ 20783 20418 79.80%
દાદરા નગર હવેલી 1907 1867 86.45%
દમણ 1303 1292 95.12%
દીવ 520 519 98.07%