GSEB SSC HSC Time Table 2027: GSEB દ્વારા વર્ષ 2026-27 નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર; 25 ફેબ્રુઆરી 2027 થી બોર્ડની પરીક્ષાઓનો થશે પ્રારંભ!

GSEB SSC HSC Time Table 2027: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટેનું સત્તાવાર કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 11 May 2026 10:21 AM (IST)Updated: Mon, 11 May 2026 10:21 AM (IST)
gseb-gujarat-board-announced-time-table-2027-gujarat-ssc-hsc-exam-dates

GSEB SSC HSC Time Table 2027 (ધોરણ 10 અને ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2027): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટેનું સત્તાવાર કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નવા કેલેન્ડર મુજબ, રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ આગામી વર્ષે વહેલી યોજાશે. બોર્ડ દ્વારા પરીક્ષાઓ, રજાઓ અને વેકેશનના સમયગાળા સહિતની તમામ વિગતો જાહેર કરી દેવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે આયોજન કરવામાં મદદરૂપ થશે.

8 જૂન 2026 થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

બોર્ડના સત્તાવાર પરિપત્ર અનુસાર, નવું શૈક્ષણિક વર્ષ 8 જૂન 2026 થી શરૂ થશે. સમગ્ર વર્ષ દરમિયાન શાળાઓમાં કુલ 244 દિવસનું શૈક્ષણિક કાર્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સત્રમાં 120 દિવસ અને બીજા સત્રમાં 124 દિવસનો સમાવેશ થાય છે. 4 સ્થાનિક રજાઓને બાદ કરતાં વિદ્યાર્થીઓને કુલ 240 દિવસનું પ્રત્યક્ષ શિક્ષણ મળશે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન કુલ 20 જાહેર રજાઓ રહેશે.

વેકેશન અને રજાઓનું સમયપત્રક

  • દિવાળી વેકેશન: પ્રથમ સત્ર 4 નવેમ્બર 2026 ના રોજ પૂર્ણ થશે, ત્યારબાદ 5 નવેમ્બર 2026 થી 25 નવેમ્બર 2026 સુધી (21 દિવસ) દિવાળી વેકેશન રહેશે.
  • દ્વિતીય સત્ર: 26 નવેમ્બર 2026 થી 2 મે 2027 સુધી દ્વિતીય સત્ર ચાલશે.
  • ઉનાળુ વેકેશન: વર્ષ 2027 નું ઉનાળુ વેકેશન 3 મે 2027 થી 6 જૂન 2027 સુધી (35 દિવસ) રહેશે.
  • નવું વર્ષ (2027-28): આગામી નવું શૈક્ષણિક વર્ષ 7 જૂન 2027 થી શરૂ થશે.

પરીક્ષાઓનો સત્તાવાર કાર્યક્રમ

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ વિવિધ પરીક્ષાઓની તારીખો નીચે મુજબ છે:

પરીક્ષાનું નામ તારીખ
પ્રથમ પરીક્ષા (ધોરણ 9 થી 12) 22 ઓક્ટોબર થી 2 નવેમ્બર 2026
પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા (ધોરણ 9 થી 12) 18 જાન્યુઆરી થી 28 જાન્યુઆરી 2027
પ્રખરતા શોધ કસોટી (ધોરણ 9) 30 જાન્યુઆરી 2027
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (પ્રાયોગિક પરીક્ષા) 5 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી 2027
બોર્ડની મુખ્ય પરીક્ષા (ધોરણ 10 અને 12) 25 ફેબ્રુઆરી થી 17 માર્ચ 2027
વાર્ષિક પરીક્ષા (ધોરણ 9 અને 11) 5 એપ્રિલ થી 20 એપ્રિલ 2027
પૂરક પરીક્ષા (સંભવિત) 11 જૂન થી 22 જૂન 2026

અભ્યાસક્રમ અને વેઇટેજની વિગતો

  • પ્રથમ પરીક્ષા: જૂન થી સપ્ટેમ્બર સુધીનો સંપૂર્ણ અભ્યાસક્રમ.
  • બીજી પરીક્ષા (ધોરણ 9 અને 11): જૂન થી ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ (જેમાં જૂન-સપ્ટેમ્બરના કોર્સનું 30% અને ઓક્ટોબર-ડિસેમ્બરના કોર્સનું 70% વેઇટેજ રહેશે).
  • બોર્ડ અને વાર્ષિક પરીક્ષા: ધોરણ 10 અને 12 ની પ્રિલિમ તેમજ બોર્ડની પરીક્ષા અને ધોરણ 9 અને 11 ની વાર્ષિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ 100% અભ્યાસક્રમ તૈયાર કરવાનો રહેશે.
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image