Gujarat Board GSEB Class 10 Result 2026 Live Updates (ધોરણ 10 રીઝલ્ટ 2026): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 10 (SSC) ની પરીક્ષાના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. બોર્ડ દ્વારા આજે 6 મે 2026 ના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 10 નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.
આ વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2026 દરમિયાન રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી હતી.
આ વર્ષે કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. રાજ્યભરમાં 1,697 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. માધ્યમવાર પરિણામની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ 92.50% પરિણામ સાથે ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% નોંધાયું છે.
ધોરણ 10 નું રિઝલ્ટ જોવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈ પોતાનો 6 અંકનો સીટ નંબર (Seat Number) દાખલ કરવો પડશે. વેબસાઇટ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ મારફતે પણ પોતાનું પરિણામ મેળવી શકે છે.
આ આર્ટિકલમાં જાણો, ગુજરાત બોર્ડ (GSEB) ધોરણ 10નું રીઝલ્ટ ચેક કરવાના સ્ટેપ્સ. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org તેમજ વોટ્સએપ દ્વારા રીઝલ્ટ ચેક કરી શકશે.
GSEB SSC Result 2026: ધોરણ 10નું પરિણામ એક નજરમાં
GSEB SSC Result 2026: નર્મદા જિલ્લામાં સૌથી વધુ 90.85% પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10 SSC પરીક્ષાના પરિણામમાં આ વર્ષે કુલ 83.86% વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતાં 88.28% પરિણામ સાથે વિદ્યાર્થીઓ કરતાં આગળ રહી છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે.
GSEB SSC Result 2026: ગાંધીનગરનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે
ધોરણ-10 SSC પરીક્ષાના પરિણામમાં ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં મોખરે રહ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું પરિણામ માત્ર 33.74% નોંધાતા તે સૌથી પાછળ રહ્યું છે.
GSEB SSC Result 2026: જૂન 2026માં 'Best of Two' પદ્ધતિ હેઠળ પૂરક પરીક્ષાનું આયોજન
ધોરણ-10 એસએસસી પરીક્ષાના પરિણામમાં કુલ 1,83,674 વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ જાહેર થયા છે. તેમાં 1,22,065 નિયમિત વિદ્યાર્થીઓ, 44,806 રિપીટર વિદ્યાર્થીઓ તેમજ 16,763 GSOS (ખાનગી) વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અનુત્તીર્ણ વિદ્યાર્થીઓને વધુ એક તક આપવા માટે ગુજરાત બોર્ડ દ્વારા જૂન-2026માં 'Best of Two' પદ્ધતિ હેઠળ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ફરીથી બેસીને પોતાના ગુણ સુધારી શકશે. બોર્ડ દ્વારા જૂન માસમાં પરીક્ષાનું પુનઃ આયોજન કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ બગાડ્યા વગર આગળ વધવાની તક મળી શકે.
GSEB SSC જનરલ રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC) નું રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ અને માર્કશીટ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી મેળવી શકશે:
- Step 1: GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- Step 2: SSC Result લિંક પર ક્લિક કરો.
- Step 3: આપેલ જગ્યાએ તમારો Roll Number દાખલ કરો.
- Step 4: સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે.
- Step 5: ભવિષ્ય માટે માર્કશીટ ડાઉનલોડ કરીને સાચવી લો.
WhatsApp દ્વારા GSEB રીઝલ્ટ 2026 ચેક કરવાના સ્ટેપ્સ
- Step 1: સૌથી પહેલા તમારા ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં GSEB નો સત્તાવાર WhatsApp નંબર 6357300971 સેવ કરો.
- Step 2: હવે તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો અને તમે સેવ કરેલા આ નવા સંપર્ક સાથે ચેટ બોક્સ ખોલો.
- Step 3: ચેટ બોક્સમાં તમારો 6-અંકનો HSC સીટ નંબર ટાઈપ કરીને મેસેજ સેન્ડ કરો.
- Step 4: મેસેજ મોકલ્યાની ગણતરીની જ ક્ષણોમાં, બોર્ડ દ્વારા તમારા ગુણ (માર્ક્સ) અને પરિણામની સ્થિતિ (પાસ કે નાપાસ) નો મેસેજ આવશે.
GSEB રીઝલ્ટ 2026 માં ઉલ્લેખિત વિગતો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 10 (SSC) ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે.
GSEB માર્કશીટમાં નીચેની માહિતી શામેલ હશે:
- ઉમેદવારનું નામ
- રોલ નંબર
- વિષય કોડ્સ
- દરેક વિષયમાં મેળવેલા ગુણ
- કુલ મેળવેલા ગુણ
- ટકાવારી
- ગ્રેડ
ગુજરાત બોર્ડનું રીઝલ્ટ 2026 જાહેર થયા પછી શું?
SSC રીઝલ્ટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓએ પોતાની મૂળ માર્કશીટ સંબંધિત શાળામાંથી મેળવવી પડશે. ધોરણ 10 પાસ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ મેળવી શકે છે અને Arts, Commerce અથવા Scienceમાંથી કોઈપણ પ્રવાહ પસંદ કરી શકે છે.
ગુજરાત બોર્ડ રીઝલ્ટ 2026 પુનઃતપાસ અને પુનઃમૂલ્યાંકન
ગુજરાત બોર્ડના ધોરણ 10નું રીઝલ્ટ જાહેર થયા બાદ જો કોઈ વિદ્યાર્થી પોતાના ગુણથી અસંતોષી હોય તો તે Answer Sheet Rechecking અથવા Re-evaluation માટે અરજી કરી શકે છે. બોર્ડ દ્વારા આ પ્રક્રિયા અંગે અલગથી સૂચના જાહેર કરવામાં આવશે. પુનઃતપાસ બાદ ગુણોમાં ફેરફાર થાય તો તે વિદ્યાર્થીઓની માર્કશીટમાં અપડેટ કરવામાં આવશે.
ગુજરાત બોર્ડ GSEB વિશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) રાજ્યમાં SSC અને HSC સ્તરની પરીક્ષાઓનું આયોજન કરે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં ભાગ લે છે. તે ઉપરાંત, બોર્ડ રાજ્યમાં એન્જિનિયરિંગ પ્રવેશ માટે GUJCET પ્રવેશ પરીક્ષાનું પણ આયોજન કરે છે.
GSEB SSC ધોરણ 10 બોર્ડ પરીક્ષા 2026 હાઇલાઇટ્સ
વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની પરીક્ષાઓ 2026 વિશે સંપૂર્ણ વિગતો નીચેના ટેબલના સંદર્ભ લઈને મેળવી શકે છે:
| બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
| પરીક્ષાનું નામ | ધોરણ 10 SSC |
| પરીક્ષા મોડ | ઓફલાઇન, પેન-અને-કાગળ |
| પરીક્ષા સ્તર | રાજ્ય-સ્તરની પરીક્ષા |
| શૈક્ષણિક સત્ર | 2025-26 |
| GSEB SSC પરીક્ષાની તારીખ | 26 ફેબ્રુઆરી – 16 માર્ચ, 2026 |
| રીઝલ્ટની જાહેરાત સત્તાવાર વેબસાઇટ | gseb.org |
| રીઝલ્ટનું નામ | ગુજરાત બોર્ડ પરીક્ષાનું રીઝલ્ટ 2026 |
| રીઝલ્ટ મોડ | ઓનલાઇન અને ઓફલાઇન |
| રીઝલ્ટ ક્યાં ચેક કરવું | ઓનલાઇન પોર્ટલ, એસએમએસ, વોટ્સએપ |
| જરૂરી ઓળખપત્રો | રોલ નંબર |
