CA Foundation Result 2026:ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટેન્ટ્સ ઓફ ઈન્ડિયા(ICAI) દ્વારા CA ફાઉન્ડેશન સપ્ટેમ્બર સેશનની પરીક્ષા 2026નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે પણ ઉમેદવારો CA ફાઉન્ડેશન સપ્ટેમ્બર સેશનની પરીક્ષામાં ભાગ લીધો હતો તેઓ ICAIની અધિકૃત વેબસાઈટ પર જઈને ICAI CA Foundation Result 2026 તપાસી શકે છે. રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ રોલ નંબર, રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડનો ઉપયોગ કરવાનો રહેશે.
આ પગલાંથી ડાઉનલોડ કરીને રિઝલ્ટ મેળવી શકાય છે
CA ફાઉન્ડેશન પરીક્ષાને લગતા રિઝલ્ટને અધિકૃત વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ સંબંધિત ઉમેદવારોએ નીચે દર્શાવેલ સ્ટેપ્સની મદદથી તેમનું રિઝલ્ટ ચેક કરી શકે છે.
- CA ફાઉન્ડેશન પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ઉમેદવારે અધિકૃત વેબસાઈટ icai.nic.in પર જઈને મુલાકાત લેવી. વેબસાઈટના હોમપેજ પર રિઝલ્ટ સેક્શન પર ક્લિક કરવું.
- ત્યારબાદ CA Foundation Result 2026 લિંક પર ક્લિક કરવું.
- લિંક પર ક્લિક કરીને બાદમાં રોલ નંબર, રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડને રજિસ્ટર કરો.
- લોગ ઈનને લગતી વિગતો રજિસ્ટર્ડ કર્યાં બાદ સ્ક્રીન પર ઓપન કરી લેવું.
- છેવટે તેની એક પ્રિન્ટ આઉટ કાઢી લેવી
અત્રે ઉલ્લેખનીય છે કે CA ફાઉન્ડેશન સપ્ટેમ્બર સેશનની એક્ઝામમાં પાસ થવા માટે ઉમેદવારોએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 40 પર્સન્ટેઝ પોઇન્ટ મેળવવા જરૂરી છે. આ સાથે તમામ વિષયોમાં લઘુતમ 50 પર્સન્ટેઝ પોઇન્ટ જરૂરી છે. આ ઉપરાંત જે ઉમેદવાર CA ફાઉન્ડેશન સપ્ટેમ્બર સેશનની પરીક્ષામાં પાસ થઈ શક્યા નથી તેઓ જાન્યુઆરી સેશનની CA ફાઉન્ડેશન પરીક્ષામાં પણ સામેલ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેશનની પરીક્ષા 3,5,7 અને 9 જાન્યુઆરી 2027ના રોજ યોજવામાં આવશે.
