Career In Defence Sector: પાલનપુર સ્થિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા લશ્કરી, અર્ધ લશ્કરી, પોલીસ ફોર્સ અને સિક્યુરિટી ગાર્ડમાં જોડવા ઈચ્છુક બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના યુવાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત પુરુષ ઉમેદવારો માટે ભરતી પૂર્વેના એક માસના વિના મુલ્યે નિવાસી તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.
સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આગામી દિવસોમાં 5 નિવાસી તાલીમ વર્ગો યોજવાના છે. જેમાં જોડવા માટે નિયત લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા ઉમેદવારોની પ્રી-સ્ક્રૂટીની (પ્રાથમિક ચકાસણી)ની પ્રક્રિયા પૂર્ણ કર્યાં બાદ તાલીમ માટે આખરી પસંદગી કરવામાં આવશે.
આ પણ વાંચો
ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવો જોઈશે
આ નિવાસી તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારની ઉંમર 17.5 થી 21 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ, 12 પાસ કે તેથી વધુ હોવી જોઈએ.
આ ઉપરાંત શારીરિક માપદંડમાં ઉમેદવારની ઊંચાઈ 158 સેન્ટીમીટરથી વધુ, છાતી 77 સેમી (ફૂલાવ્યા વગર) અને 82 સેમી (ફૂલાવેલી) તેમજ વજન લઘુત્તમ 50 કિલોગ્રામ હોવું જરૂરી છે.
આમઉપરોક્ત તમામ લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા અને આ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા બૃહદ બનાસકાંઠા જિલ્લાના તમામ પાત્ર પુરુષ ઉમેદવારોએ આગામી 15 જૂન સુધીમાં ઓનલાઈન ગુગલ ફોર્મ લિંક: https://forms.gle/RuV7FKSDG2bpyt5x8 પર પોતાની સંપૂર્ણ વિગતો સચોટ રીતે ભરવા પાલનપુરના રોજગાર અધિકારી એમ. જે. પ્રજાપતિ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
