Rajkot Govt Jobs 2026: રાજકોટ સરકારી પ્રેસમાં 24 એપ્રેન્ટિસની ભરતી, જાણો પાત્રતા, વય મર્યાદા અને અરજીની વિગતો

રાજકોટ સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રીમાં એપ્રેન્ટિસની 24 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. 8થી 10 પાસ ઉમેદવારો 5 સપ્ટેમ્બર 2026 સુધી ઓફલાઇન અરજી કરી શકશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 01 Sep 2026 02:50 PM (IST)Updated: Tue, 01 Sep 2026 02:50 PM (IST)
rajkot-government-press-apprentice-recruitment-2026-27-apply-online-eligibility-age-limit-and-vacancy-details

Rajkot Government Press Apprenticeship Recruitment 2026: રાજકોટમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા 8થી 10 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર છે. સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, રાજકોટ દ્વારા વર્ષ 2026-27 માટે એપ્રેન્ટિસની 24 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. લાયક ઉમેદવારો 5 સપ્ટેમ્બર 2026 સુધી ઓફલાઇન અરજી કરી શકશે.

રાજકોટ સરકારી પ્રેસ ભરતી 2026

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, રાજકોટ દ્વારા વર્ષ 2026-27 માટે એપ્રેન્ટિસની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 24 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીમાં 8 પાસથી લઈને 10 પાસ ઉમેદવારોને અરજી કરવાની તક મળશે. ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત અને ત્યારબાદ લેવામાં આવનારા ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

કયા ટ્રેડમાં ભરતી થશે?

ટ્રેડ તાલીમનો સમયગાળો કુલ જગ્યા લાયકાત
Offset Machine Minder 24 મહિના 11 10 પાસ
Book Binder 24 મહિના 5 8 પાસ
D.T.P. Operator 15 મહિના 3 10 પાસ
Office Associate (Accounts) 12 મહિના 5 10 પાસ
કુલ 24

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ટ્રેડ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ-અલગ રાખવામાં આવી છે. Offset Machine Minder, D.T.P. Operator અને Office Associate (Accounts) માટે ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જરૂરી છે. જ્યારે Book Binder માટે ધોરણ 8 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 5 સપ્ટેમ્બર 2026ના રોજ ઓછામાં ઓછી 14 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. ઉંમર સંબંધિત અન્ય નિયમો માટે ઉમેદવારોએ ભરતીની સત્તાવાર સૂચના તપાસવી જરૂરી છે.

અરજી પ્રક્રિયા શું છે?

રાજકોટ સરકારી પ્રેસની આ ભરતી માટે અરજી પ્રક્રિયા ઓફલાઇન રાખવામાં આવી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સહિત જરૂરી દસ્તાવેજોની પ્રમાણિત નકલો તૈયાર કરીને અરજી સાથે મોકલવાની રહેશે.

અરજી રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મોકલવાની રહેશે:

વ્યવસ્થાપક, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, રીડ કલબ રોડ, જમાલપુર પાસે, રાજકોટ-360009.

અરજી કચેરીએ 5 સપ્ટેમ્બર 2026 સુધીમાં પહોંચી જાય તેનું ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું પડશે.

અરજી ફી અને પસંદગી

ભરતીની સત્તાવાર માહિતીમાં અરજી ફી અંગે કોઈ ચોક્કસ ફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પસંદગી શૈક્ષણિક લાયકાતના આધારે શોર્ટલિસ્ટ કર્યા બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ એપ્રેન્ટિસ ભરતી યુવાનોને પ્રિન્ટિંગ અને ઓફિસ સંબંધિત ક્ષેત્રમાં વ્યવસાયિક તાલીમ મેળવવાની સારી તક આપે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોયા વગર જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.