Gujarati Festival Calendar 2026: રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દિવાળી ક્યારે છે? જાણો તારીખો

Gujarati Festival Calendar 2026 August–December: રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી, દેવ દિવાળી તેમજ એકાદશી અને પૂર્ણિમાની તારીખો અહીં જાણો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 14 Aug 2026 11:31 AM (IST)Updated: Fri, 14 Aug 2026 11:31 AM (IST)
gujarati-festival-calendar-2026-august-to-december-2026-complete-hindu-festivals-and-vrat-dates-of-raksha-bandhan-janmashtami-navratri-and-diwali

Gujarati Festival Calendar 2026 August–December: શ્રાવણ મહિનાના મંગલમય પ્રારંભ સાથે જ સમગ્ર દેશમાં વ્રત, ઉપવાસ અને ઉત્સવોની હારમાળા શરૂ થઈ ચૂકી છે. લોકો રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી તેમજ દિવાળી જેવા મુખ્ય પર્વોની ઉજવણી માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2026 ના ઉત્તરાર્ધમાં એટલે કે ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન ભારતીય પંચાંગ મુજબ સંખ્યાબંધ ધાર્મિક પર્વો, એકાદશી, અમાસ અને પૂર્ણિમા આવનાર છે. ભક્તો પોતાના પૂજા-પાઠ, ઉપવાસ અને પારિવારિક આયોજન યોગ્ય રીતે કરી શકે તે હેતુથી અહીં ઓગસ્ટથી ડિસેમ્બર 2026 ના તમામ વ્રત-તહેવારોની તારીખવાર વિગતવાર યાદી.

ઓગસ્ટ 2026: શ્રાવણ માસના મુખ્ય વ્રત અને તહેવારો ક્યારે છે?

  • 15 ઓગસ્ટ 2026 (શનિવાર): હરિયાળી તીજ
  • 18 ઓગસ્ટ 2026 (મંગળવાર): કલ્કી જયંતી
  • 23 ઓગસ્ટ 2026 (રવિવાર): શ્રાવણ પુત્રદા એકાદશી
  • 28 ઓગસ્ટ 2026 (શુક્રવાર): રક્ષાબંધન
  • 28 ઓગસ્ટ 2026 (શુક્રવાર): શ્રાવણ પૂર્ણિમા (નારિયેળી પૂર્ણિમા)

સપ્ટેમ્બર 2026: જન્માષ્ટમી, ગણેશોત્સવ અને શ્રાદ્ધ પક્ષની તારીખો કઈ છે?

  • 1 સપ્ટેમ્બર 2026 (મંગળવાર): નાગ પાંચમ
  • 2 સપ્ટેમ્બર 2026 (બુધવાર): રાંધણ છઠ
  • 3 સપ્ટેમ્બર 2026 (ગુરુવાર): શીતળા સાતમ
  • 4 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર): કૃષ્ણ જન્માષ્ટમી
  • 7 સપ્ટેમ્બર 2026 (સોમવાર): અજા એકાદશી
  • 10 સપ્ટેમ્બર 2026 (ગુરુવાર): ભાદ્રપદ અમાવસ્યા
  • 13 સપ્ટેમ્બર 2026 (રવિવાર): વરાહ જયંતી
  • 14 સપ્ટેમ્બર 2026 (સોમવાર): કેવડા (હરિતાલિકા) ત્રીજ
  • 14 સપ્ટેમ્બર 2026 (સોમવાર): ગણેશ ચતુર્થી
  • 15 સપ્ટેમ્બર 2026 (મંગળવાર): ઋષિ પંચમી
  • 19 સપ્ટેમ્બર 2026 (શનિવાર): રાધાષ્ટમી
  • 22 સપ્ટેમ્બર 2026 (મંગળવાર): પરિવર્તિની એકાદશી (પદ્મ / પાર્શ્વ એકાદશી)
  • 23 સપ્ટેમ્બર 2026 (બુધવાર): વામન જયંતી
  • 25 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર): ગણેશ વિસર્જન / અનંત ચતુર્દશી
  • 26 સપ્ટેમ્બર 2026 (શનિવાર): ભાદ્રપદ પૂર્ણિમા (ભાદરવી પૂર્ણિમા)
  • 27 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર): પિતૃ પક્ષ (શ્રાદ્ધ) શરૂ

ઓક્ટોબર 2026: નવરાત્રી, દશેરા અને કરવા ચૌથ કઈ તારીખે ઉજવાશે?

  • 6 ઓક્ટોબર 2026 (મંગળવાર): ઇન્દિરા એકાદશી
  • 10 ઓક્ટોબર 2026 (શનિવાર): સર્વપિતૃ અમાસ / આસો અમાવસ્યા
  • 11 ઓક્ટોબર 2026 (રવિવાર): શારદીય નવરાત્રી શરૂ (ઘટસ્થાપના)
  • 19 ઓક્ટોબર 2026 (સોમવાર): દુર્ગા અષ્ટમી / મહા નવમી
  • 20 ઓક્ટોબર 2026 (મંગળવાર): દશેરા (વિજયાદશમી)
  • 22 ઓક્ટોબર 2026 (ગુરુવાર): પાપાંકુશા એકાદશી
  • 25 ઓક્ટોબર 2026 (રવિવાર): શરદ પૂનમ (કોજાગરી / રાસ પૂર્ણિમા)
  • 29 ઓક્ટોબર 2026 (ગુરુવાર): કરવા ચૌથ

નવેમ્બર 2026: દિવાળી, નૂતન વર્ષ, છઠ પૂજા અને દેવ દિવાળીનું કેલેન્ડર શું છે?

  • 5 નવેમ્બર 2026 (ગુરુવાર): રમા એકાદશી / વાઘ બારસ
  • 6 નવેમ્બર 2026 (શુક્રવાર): ધનતેરસ
  • 7 નવેમ્બર 2026 (શનિવાર): કાળી ચૌદસ / હનુમાન પૂજા
  • 8 નવેમ્બર 2026 (રવિવાર): દિવાળી / લક્ષ્મી પૂજા / ચોપડા પૂજન / રૂપ ચતુર્દશી / કાર્તિક અમાવસ્યા
  • 9 નવેમ્બર 2026 (સોમવાર): ગોવર્ધન પૂજા
  • 10 નવેમ્બર 2026 (મંગળવાર): બેસતું વર્ષ (નૂતન વર્ષ)
  • 11 નવેમ્બર 2026 (બુધવાર): ભાઈ બીજ
  • 14 નવેમ્બર 2026 (શનિવાર): લાભ પાંચમ
  • 15 નવેમ્બર 2026 (રવિવાર): છઠ પૂજા
  • 16 નવેમ્બર 2026 (સોમવાર): જલારામ બાપા જયંતી
  • 20 નવેમ્બર 2026 (શુક્રવાર): દેવઉઠી એકાદશી (પ્રબોધિની એકાદશી)
  • 21 નવેમ્બર 2026 (શનિવાર): તુલસી વિવાહ
  • 24 નવેમ્બર 2026 (મંગળવાર): દેવ દિવાળી / કારતક પૂર્ણિમા

ડિસેમ્બર 2026: માર્ગશીર્ષ માસના વ્રત અને ગીતા જયંતી ક્યારે આવશે?

  • 4 ડિસેમ્બર 2026 (શુક્રવાર): ઉત્પન્ના એકાદશી વ્રત
  • 8 ડિસેમ્બર 2026 (મંગળવાર): માર્ગશીર્ષ અમાવસ્યા
  • 14 ડિસેમ્બર 2026 (સોમવાર): વિવાહ પંચમી
  • 20 ડિસેમ્બર 2026 (રવિવાર): ગીતા જયંતી / મોક્ષદા (વૈકુંઠ) એકાદશી
  • 23 ડિસેમ્બર 2026 (બુધવાર): માર્ગશીર્ષ પૂર્ણિમા વ્રત