Gujarat Government Holiday List 2027: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027 માટે રાજ્ય સરકારની કચેરીઓ માટે જાહેર અને મરજિયાત એટલે કે વૈકલ્પિક રજાઓનું સત્તાવાર કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2027 માટે કુલ 18 જાહેર રજાઓ અને 38 મરજિયાત રજાઓ જાહેર કરાઈ છે. 9 જાહેર રજાઓ બીજા કે ચોથા શનિવાર અથવા રવિવારે આવતી હોવાથી તેને જાહેર રજાના લિસ્ટમાંથી બાકાત રખાઈ છે. સરકારના નોટિફિકેશન મુજબ, 2027 માં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી , પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી , મહાશિવરાત્રી 6 માર્ચ અને હોળી-ધુળેટી 23 માર્ચના રોજ જાહેર રજા રહેશે. આ ઉપરાંત ચેટીચાંદ 7 એપ્રિલ, ડો. આંબેડકર જયંતિ 14 એપ્રિલ, રામનવમી 15 એપ્રિલ અને મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે 19 એપ્રિલના દિવસે પણ સરકારી કચેરીઓ બંધ રહેશે.
વર્ષ 2027ની મુખ્ય જાહેર રજાઓનું લિસ્ટ
| જાહેર રજા | તારીખ | વાર |
| મકર સંક્રાંતિ | 14 જાન્યુઆરી, 2027 | ગુરુવાર |
| પ્રજાસત્તાક દિવસ | 26 જાન્યુઆરી, 2027 | મંગળવાર |
| મહાશિવરાત્રી | 6 માર્ચ, 2027 | શનિવાર |
| રમજાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) | 10 માર્ચ, 2027 | બુધવાર |
| ધુળેટી (હોળીનો બીજો દિવસ) | 23 માર્ચ, 2027 | મંગળવાર |
| ગુડ ફ્રાઈડે | 26 માર્ચ, 2027 | શુક્રવાર |
| ચેટીચાંદ | 7 એપ્રિલ, 2027 | બુધવાર |
| ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ | 14 એપ્રિલ, 2027 | બુધવાર |
| શ્રી રામ નવમી | 15 એપ્રિલ, 2027 | ગુરુવાર |
| મહાવીર જન્મ કલ્યાણક | 19 એપ્રિલ, 2027 | સોમવાર |
| બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) | 17 મે, 2027 | સોમવાર |
| મહોરમ (આશૂરા) | 16 જૂન, 2027 | બુધવાર |
| રક્ષાબંધન | 17 ઓગસ્ટ, 2027 | મંગળવાર |
| જન્માષ્ટમી | 25 ઓગસ્ટ, 2027 | બુધવાર |
| સંવત્સરી (ચતુર્થી પક્ષ) | 4 સપ્ટેમ્બર, 2027 | શનિવાર |
| મહાત્મા ગાંધી જયંતિ | 2 ઓક્ટોબર, 2027 | શનિવાર |
| દિવાળી | 29 ઓક્ટોબર, 2027 | શુક્રવાર |
| વિક્રમ સંવત નવું વર્ષ (બેસતું વર્ષ) | 30 ઓક્ટોબર, 2027 | શનિવાર |
બીજા કે ચોથા શનિવાર અથવા રવિવારે આવતી જાહેર રજાઓ
| જાહેર રજા | તારીખ | વાર |
| ભગવાન શ્રી પરશુરામ જયંતિ | 8 મે, 2027 | શનિવાર |
| સ્વતંત્રતા દિવસ | 15 ઓગસ્ટ, 2027 | રવિવાર |
| પારસી નવું વર્ષ (પતેતી) | 15 ઓગસ્ટ, 2027 | રવિવાર |
| ઈદ-એ-મિલાદુન્નબી (બારા વફાત) | 15 ઓગસ્ટ, 2027 | રવિવાર |
| દશેરા (વિજયાદશમી) | 9 ઓક્ટોબર, 2027 | શનિવાર |
| સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ | 31 ઓક્ટોબર, 2027 | રવિવાર |
| ભાઈબીજ | 31 ઓક્ટોબર, 2027 | રવિવાર |
| ગુરુ નાનક જયંતિ | 14 નવેમ્બર, 2027 | રવિવાર |
| નાતાલ (ક્રિસમસ) | 25 ડિસેમ્બર, 2027 | શનિવાર |
વર્ષ 2027ની મુખ્ય મરજિયાત રજાઓનું લિસ્ટ
| મરજિયાત રજાનું નામ | તારીખ | વાર |
| ક્રિશ્ચિયન ન્યૂ યર (ખ્રિસ્તી નવું વર્ષ) | 1 જાન્યુઆરી, 2027 | શુક્રવાર |
| વાસી ઉત્તરાયણ (મકરસંક્રાંતિ પછીનો દિવસ) | 15 જાન્યુઆરી, 2027 | શુક્રવાર |
| વિશ્વકર્મા જયંતિ (મહા સુદ-13) | 19 ફેબ્રુઆરી, 2027 | શુક્રવાર |
| સંત શિરોમણી રવિદાસજી જયંતિ | 20 ફેબ્રુઆરી, 2027 | શનિવાર |
| ધણી માતંગ દેવ જયંતિ | 23 ફેબ્રુઆરી, 2027 | મંગળવાર |
| શહાદત-એ-હઝરત અલી | 1 માર્ચ, 2027 | સોમવાર |
| રમજાન-ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) (બીજો શવ્વાલ) | 11 માર્ચ, 2027 | ગુરુવાર |
| હોળી | 22 માર્ચ, 2027 | સોમવાર |
| ગુડી પડવો (ચૈત્ર સુદ-1) | 7 એપ્રિલ, 2027 | બુધવાર |
| હાટકેશ્વર જયંતિ | 19 એપ્રિલ, 2027 | સોમવાર |
| હનુમાન જયંતિ (ચૈત્ર સુદ-15) | 20 એપ્રિલ, 2027 | મંગળવાર |
| જરથોસ્ત-નો-દિશો (પારસી કદમી) | 22 એપ્રિલ, 2027 | ગુરુવાર |
| પેસાહ (પ્રથમ દિવસ) (યહૂદી) | 22 એપ્રિલ, 2027 | ગુરુવાર |
| શ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય જયંતિ (વૈશાખ સુદ-5) | 10 મે, 2027 | સોમવાર |
| બુદ્ધ પૂર્ણિમા (વૈશાખ સુદ-15) | 20 મે, 2027 | ગુરુવાર |
| ગુરુ અર્જુનદેવનો શહીદી દિવસ | 8 જૂન, 2027 | મંગળવાર |
| શાવુઓથ (યહૂદી) | 11 જૂન, 2027 | શુક્રવાર |
| 9મો મહોરમ | 15 જૂન, 2027 | મંગળવાર |
| રથયાત્રા (અષાઢી બીજ) | 5 જુલાઈ, 2027 | સોમવાર |
| ગાથા ગહામ્બર (ગાથા-III) (પારસી કદમી) | 13 જુલાઈ, 2027 | મંગળવાર |
| પારસી ન્યૂ યર ડે ઈવ (ગાથા-V) (પારસી કદમી) | 15 જુલાઈ, 2027 | ગુરુવાર |
| પારસી ન્યૂ યર ડે (પારસી કદમી) | 16 જુલાઈ, 2027 | શુક્રવાર |
| ખોરદાદ સાલ (પારસી કદમી) | 21 જુલાઈ, 2027 | બુધવાર |
| શહાદત-એ-ઇમામ હસન | 2 ઓગસ્ટ, 2027 | સોમવાર |
| વિશ્વ આદિવાસી દિવસ | 9 ઓગસ્ટ, 2027 | સોમવાર |
| ગાથા ગહામ્બર (ગાથા-III) (પારસી શહેનશાહી) | 12 ઓગસ્ટ, 2027 | ગુરુવાર |
| તિશા-બે-આવ (યહૂદી) | 12 ઓગસ્ટ, 2027 | ગુરુવાર |
| ખોરદાદ સાલ (પારસી શહેનશાહી) | 20 ઓગસ્ટ, 2027 | શુક્રવાર |
| ઈદ-એ-મૌલુદ | 20 ઓગસ્ટ, 2027 | શુક્રવાર |
| નંદ ઉત્સવ (શ્રાવણ વદ-9) | 26 ઓગસ્ટ, 2027 | ગુરુવાર |
| મહાવીર સ્વામી જન્મ વાંચન (ચતુર્થી પક્ષ) | 1 સપ્ટેમ્બર, 2027 | બુધવાર |
| ગણેશ ચતુર્થી (ભાદરવા સુદ-4) | 4 સપ્ટેમ્બર, 2027 | શનિવાર |
| રોશ હશનાહ (પ્રથમ દિવસ) (નવું વર્ષ) (યહૂદી) | 2 ઓક્ટોબર, 2027 | શનિવાર |
| યોમ કિપ્પુર (યહૂદી) | 11 ઓક્ટોબર, 2027 | સોમવાર |
| સુક્કોથ (યહૂદી) | 16 ઓક્ટોબર, 2027 | શનિવાર |
| ધનતેરસ (આસો વદ-13) | 27 ઓક્ટોબર, 2027 | બુધવાર |
| કાળી ચૌદશ (આસો વદ-14) | 28 ઓક્ટોબર, 2027 | ગુરુવાર |
| શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ | 9 ડિસેમ્બર, 2027 | ગુરુવાર |