Bank Holidays 2027 Gujarat: ગુજરાતમાં 2027ના વર્ષ માટે બેંકોની રજાઓ જાહેર; ક્યારે મળશે લાંબી રજાઓ? જુઓ સંપૂર્ણ લિસ્ટ!

. 1 એપ્રિલ, 2027ના રોજ વાર્ષિક હિસાબ બંધ કરવા બેંકો માટે ખાસ રજા રહેશે. 9 રજાઓ એવી છે જે બીજા અને ચોથા શનિવારે કે પછી રવિવારે આવી રહી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 05 Nov 2026 05:10 PM (IST)Updated: Thu, 05 Nov 2026 05:10 PM (IST)
gujarat-bank-holidays-2027

Bank Holidays 2027 Gujarat: ગુજરાત સરકારે વર્ષ 2027 માટે બેંકોની જાહેર રજાઓનું સત્તાવાર લિસ્ટ જાહેર કરી દીધું છે. રાજ્યના લાખો બેંક કર્મચારીઓ અને ગ્રાહકો માટે આ મોટા સમાચાર છે, કારણ કે તેમને આખા વર્ષ દરમિયાન કયા દિવસે બેંક બંધ રહેશે તે જાણી શકાશે. સરકારના જાહેર વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, 2027ના વર્ષમાં કુલ 17 દિવસ બેંકોમાં રજા રહેશે. મકર સંક્રાંતિ, પ્રજાસત્તાક દિવસ, મહાશિવરાત્રી, ધુળેટી, રામનવમી, દિવાળી જેવી મુખ્ય રજાઓનો સમાવેશ કરાયો છે. 1 એપ્રિલ, 2027ના રોજ વાર્ષિક હિસાબ બંધ કરવા બેંકો માટે ખાસ રજા રહેશે. 9 રજાઓ એવી છે જે બીજા અને ચોથા શનિવારે કે પછી રવિવારે આવી રહી છે.

વર્ષ 2027ની બેંક રજાઓની સંપૂર્ણ યાદી | List of Bank Holidays in Gujarat 2027

રજાઓનું નામ તારીખ વાર
મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી, 2027 ગુરુવાર
પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી, 2027 મંગળવાર
મહા શિવરાત્રી (મહા વદ-13) 6 માર્ચ, 2027 શનિવાર
રમજાન-ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) (1લી શવ્વાલ) 10 માર્ચ, 2027 બુધવાર
હોળી બીજો દિવસ - ધુળેટી 23rd માર્ચ, 2027 મંગળવાર
ગુડ ફ્રાઈડે 26 માર્ચ, 2027 શુક્રવાર
ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિ 14 એપ્રિલ, 2026 મંગળવાર
શ્રી રામ નવમી 15 એપ્રિલ, 2027 ગુરુવાર
મહાવીર જન્મ કલ્યાણક 19 એપ્રિલ, 2027 સોમવાર
બકરી-ઈદ (ઈદ-ઉલ-અધા) 17 મે, 2027 સોમવાર
મહોરમ (આશુરા) 16 જૂન, 2027 બુધવાર
રક્ષા બંધન 17 ઓગસ્ટ, 2027 મંગળવાર
જન્માષ્ટમી (શ્રાવણ વદ-8) 25 ઓગસ્ટ, 2027 બુધવાર
સંવત્સરી (ચતુર્થી પક્ષ) 4 સપ્ટેમ્બર, 2027 શનિવાર
મહાત્મા ગાંધી જયંતિ 2 ઓક્ટોબર, 2027 શનિવાર
દિવાળી 29 ઓક્ટોબર, 2027 શુક્રવાર
વિક્રમ સંવત નૂતન વર્ષ 30 ઓક્ટોબર, 2027 શનિવાર

બીજા કે ચોથા શનિવાર અથવા રવિવારે આવતી જાહેર રજાઓ

રજાઓનું નામ તારીખ વાર
ભગવાન શ્રી પરશુરામ જયંતિ (વૈશાખ સુદ-2) 8 મે, 2027 શનિવાર
સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ, 2027 રવિવાર
પારસી નૂતન વર્ષ - પતેતી (પારસી શાહેનશાહી) 15 ઓગસ્ટ, 2027 રવિવાર
ઈદ-એ-મિલાદુન્નબી - (પયગંબર મોહમ્મદનો જન્મદિવસ) (બારા વફાત) 15 ઓગસ્ટ, 2027 રવિવાર
દશેરા (વિજયા દશમી) 9 ઓક્ટોબર, 2027 શનિવાર
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ 31 ઓક્ટોબર, 2027 રવિવાર
ભાઈ બીજ 31 ઓક્ટોબર, 2027 રવિવાર
ગુરુ નાનક જયંતિ 14 નવેમ્બર 2027 રવિવાર
ક્રિસમસ 25 ડિસેમ્બર 2027 શનિવાર

naidunia_image