Zydus Lifesciences Results:ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂરા થતા અર્ધવાર્ષિક ગાળા અને ત્રિમાસિક ગાળા માટેના તેના અનઓડિટેડ કન્સોલિડેટેડ નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે.
ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે ત્રિમાસિક ગાળા દરમિયાન અમારી મજબૂત કામગીરી અમારા ડાયવર્સિફાઇડ બિઝનેસ મોડલ અને તમામ વિસ્તારો તથા વર્ટિકલ્સમાં અમારી અમલીકરણ ક્ષમતાઓની પુનઃપુષ્ટિ કરે છે.
અમે અમારા અમેરિકા તથા ભારતના ફોર્મ્યુલેશન બિઝનેસીસમાં સાતત્યપૂર્ણ મજબૂત કામગીરી, આંતરરાષ્ટ્રીય બજારોમાં ટકાવી રાખેલી ઉચ્ચ વૃદ્ધિ અને વેલનેસ તેમજ મેડટેકમાં વ્યૂહાત્મક હસ્તાંતરણોના પગલે મજબૂત આવક વૃદ્ધિ અને ઉદ્યોગમાં અગ્રણી નફાકારકતા નોંધાવી છે. આ પરિણામો ગુણવત્તા, અનુપાલન અને દર્દી-કેન્દ્રિત નવીનતા પર આધારિત ટકાઉ વૃદ્ધિ અને વૈશ્વિક વિસ્તરણ માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બીજા ત્રિમાસિક ગાળાની કામગીરીથી આવકો રૂ. 61,232 મિલિયન રહી, જે ગયા વર્ષ કરતા 17 ટકા વધુ હતી. ત્રિમાસિક ગાળા દરમિયાન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી) રોકાણો રૂ. 4,820 મિલિયન રહ્યા હતા.ત્રિમાસિક ગાળા માટેની એબિટા રૂ. 20,158 મિલિયન રહી જે વાર્ષિક ધોરણે 38 ટકા વધુ હતી.
ત્રિમાસિક ગાળા માટેનું એબિટા માર્જિન 32.9 ટકા રહ્યું જે વાર્ષિક ધોરણે 500 બેસિસ પોઇન્ટ્સનો વધારો દર્શાવે છે. ત્રિમાસિક ગાળા માટેનો ચોખ્ખો નફો રૂ. 12,586 મિલિયન હતો જે વાર્ષિક ધોરણે 38 ટકા વધ્યો હતો. ત્રિમાસિક ગાળા માટે મૂડી ખર્ચ (ઓર્ગેનિક) રૂ. 4,911 મિલિયન હતો.
નાણાંકીય વર્ષ 2026ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની કામગીરીથી આવકો રૂ. 1,26,969 મિલિયન રહી, જે ગયા વર્ષ કરતા 11 ટકા વધુ હતી. ત્રિમાસિક ગાળા દરમિયાન આરએન્ડડી રોકાણો રૂ. 9,676 મિલિયન રહ્યા (આવકના 7.6 ટકા). એબિટા રૂ. 41,043 મિલિયન રહી જે વાર્ષિક ધોરણે 16 ટકા વધુ હતી. એબિટા માર્જિન 32.3 ટકા રહ્યું જે ગત વર્ષ કરતા 130 બેસિસ પોઇન્ટ્સનો વધારો દર્શાવે છે.ચોખ્ખો નફો રૂ. 27,254 મિલિયન હતો જે વાર્ષિક ધોરણે 17 ટકા વધ્યો હતો.
