ટેક ડેસ્કઃ સોશિયલ મીડિયા કંપની એકબીજાના ફીચર્સ ઘણીવાર કોપી કરતી રહે છે. ઘણીવાર આ કંપનીઓ પર ફીચર્સ ચોરી કરવાનો આરોપ પણ લાગે છે. સ્નેપચેટનું સ્ટોરીઝ ફીચર ખૂબ જ ફેમસ થયું હતું આ પછી તેને ઇન્સ્ટાગ્રા અને ફેસબુકે કોપી કર્યું હતું. સ્નેપચેટના સ્ટોરી ફીચરને YouTubeએ પણ 2018માં કોપી કર્યું હતું પણ હવે તેને બંધ કરશે. પાંચ વર્ષ પહેલાં YouTubeમાં આવેલું સ્ટોરી ફીચર હવે 26 જૂનથી બંધ થવા જઈ રહ્યું છે.
રિપોર્ટ મુજબ, YouTubeનું સંપૂર્ણ ધ્યાન Shorts, કોમ્યુનિટી વીડિયો અને લાઇવ વીડિયો પર છે. YouTubeએ ક્રિએટર્સને આ અંગે નોટિફિકેશન પણ આપવાનું શરૂ કરી દીધું છે. ટિકટોક વાઇરલ થયા પછી યૂટ્યુબની સ્ટોરીને ઘણી લોકપ્રિયતા મળી હતી.
સ્નેપચેટ સ્ટોરી ફીચરને કોપી કરનારી કંપનીઓના લિસ્ટમાં YouTube એકલું નથી. તેમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર ઉપરાંત Netflix સામેલ છે. ઇન્સ્ટાગ્રામે પણ તેના સ્ટોરી ફીચરને Extrasના નામે લોન્ચ કર્યું હતું. જે માત્ર મોબાઇલ એપ્સ માટે હતું. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં યૂઝર્સે પોતાના પસંદગીના શોના વીડિયો શેર કર્યા હતં. યૂટ્યુબ સ્ટોરી ફીચરને 2018માં લોન્ચ કર્યું હતું. જોકે, આ ફીચર માત્ર તેમના જ ક્રિએટર માટે હતુ જેની ચેનલ પર 10000 સબસ્ક્રાઈબર હતાં.
ટીવી પર હવે દેખાશે 30 સેકન્ડની એડ
YouTubeએ થોડાક દિવસ પહેલાં કહ્યું છે કે, ટીવી પર હવે 30 સેકન્ડની એડવર્ટાઇઝ દેખાડશે. અત્યારે 15-15 સેકન્ડની બે એડવર્ટાઈઝ બતાવવામાં આવે છે. પણ હવે 30 સેકન્ડની એક એડ બતાવવામાં આવશે. જે સ્કિપ કરી શકાશે નહીં. તેની શરૂઆત અમેરિકી યૂઝર્સ માટે પહેલાં કરાશે. YouTubeએ કહ્યું છે કે, YouTube TVના યૂઝર્સની સંખ્યા માત્ર અમેરિકામાં 150 મિલિયન પાર પહોંચી ગઈ છે.