WhatsApp Account Security: શું તમારું WhatsApp સુરક્ષિત છે? આ 4 સરળ ટિપ્સથી તમારા એકાઉન્ટની સુરક્ષાને તપાસો

વર્ષ 2026માં સાઈબર જોખમોને જોતા તમારા WhatApp અકાઉન્ટને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા ખૂબ જરૂરી બની ગયેલ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 15 May 2026 09:38 PM (IST)Updated: Fri, 15 May 2026 09:53 PM (IST)
your-whatsapp-is-safe-secure-your-account-instantly-with-these-4-easy-steps

WhatsApp Account: વર્તમાન ડિજિટલ યુગમાં સાઈબર ફ્રોડના વધી રહેલા કિસ્સા અને હેકર્સ દ્વારા લોકોને અવનવી રીત અપનાવતા હોય છે.આમ તો WhatsApp એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સાથે સુરક્ષિત પ્લેટફોર્મ માનવામાં આવે છે. પણ તે બાબત પર્યાપ્ત નથી. વર્ષ 2026માં સાઈબર જોખમોને જોતા તમારા WhatsApp અકાઉન્ટને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા ખૂબ જરૂરી બની ગયેલ છે. આ સંજોગોમાં તમે કેટલીક સરળ ટિપ્સ મારફતે તમારી પ્રાઈવેસી તથા ડેટાને સુરક્ષિત રાખી શકો છો.

ટુ-સ્ટેપ વેરિફિકેશન (Two-Step Verification)

સ્ટેપ-Settingsમાં જાઓ, ત્યારબાદ Accountમાં Two-Step Verification Enable પર જાઓ. અહીં એક 6 આંકડાનો PIN સેટ કરો. જો કોઈ તમારું SIM કાર્ડ ચોરી કરીને અથવા WhatsApp વેરિફિકેશન કોડ મેળવીને પણ Log In કરવા ઈચ્છે છે તો તેને આ PINની જરૂર પડશે.

WhatsApp Lock

સ્ટેપ- Settings-Privacyમાં જાઓ અને ત્યારબાદ App Lock પર જાઓ. ફોન ઓનલૉક થવાના સંજોગોમાં તમારું WhatApp ખુલશે નહીં.કારણ કે તેના માટે ફિંગરપ્રિન્ટ અથવા Face IDની જરૂર પડે છે.

લિંક કરવામાં આવેલ ડિવાઈસ

સ્ટેપ- WhatsApp મેનૂ (ત્રણ બિંદુ)> Linked Devices પર જાઓ. અહીં જુઓ કે ક્યાંક કોઈ અપરિચીત કોમ્પ્યુટર અથવા ફોન પર તમારા WhatApp લોગિન તો નથી. જો છે તો તેને Log Out કરી દો.

STRICT અકાઉન્ટ સેટિંગ્સ

સ્ટેપ- Settings > Privacy > Advanced > Strict Account Settings જો ધીમે-ધીમે રોલ આઉટ થઈ રહી છે તે ચાલુ કરો. તે કોઈ અપરિચીત લોકોને વીડિયો અથવા ફાઈલ બ્લોક કરી દે છે અને અપરિચીત કોલને મ્યુટ કરી આપે છે, જે વર્ષ 2026માં સ્પાયવેર અને હેકિંગથી બચાવવા માટે એક નવા લોકડાઉન મોડ છે.

પ્રાઈવેસી સેટિંગ (Privacy Setting)

Settings → Privacy પર જાઓ અને અહીં તમારી Personal Information જેમ કે Last Seen, Profile Photo, Status ફક્ત Trusted Contacts સુધી લિમિટ કરો.

Advanced Protection Enable

Settings → Privacy → Advanced
Block unknown account messages ON કરો
Protect IP address in calls ON કરો
Disable link previews ON કરો