WPI Inflation In August:દેશમાં જથ્થાબંધ મોંઘવારી એટલે કે Wholesale Inflationના મોરચે ઓગસ્ટ મહિનામાં દબાણ વધી ગયું છે. સરકાર દ્વારા સોમવારે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ (WPI)-જથ્થાબંધ મોંઘવારીનો દર (WPI Inflation August 2026) વધીને 9.92 ટકા થઈ ગયો છે, જે જુલાઈમાં 9.78 ટકા હતો.
આમ આ અવધિ દરમિયાન જથ્થાબંધ મોંઘવારી 0.14 ટકા વધારો થયો છે. મોંઘવારીમાં આ વધારો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, મેન્યુફેક્ચરિંગ, બેઝીક મેટલ્સ, નોન-ફૂડ આર્ટીકલ્સ અને કેમિકલ્સ પ્રોડક્ટ્સમાં હોલસેલ મોંઘવારી વધવા પાછળ મુખ્ય કારણ છે.
ખાદ્ય મોંઘવારી પણ વધી
ઓગસ્ટ મહિનામાં ફૂડ ઈન્ડેક્સ આધારિત મોંઘવારી વધી 7.05 ટકા થઈ ગઈ છે, જે જુલાઈમાં 6.65 ટકા હતી. એટલે કે ખાદ્ય કિંમતોમાં દબાણ અગાઉના મહિનાની તુલનામાં વધી ગયું છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં હોલસેલ લેવલ પર તેજી યથાવત છે. છૂટક કિંમતોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મોંઘવારી વિક્રમજનક લેવલ પર
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મોંઘવારીનું ભારે દબાણ જોવા મળે છે. ઓગસ્ટમાં આ કેટેગરીમાં જથ્થાબંધ ફુગાવો 8.37 ટકા રહ્યો છે, જ્યારે જુલાઈમાં તે 8.29 ટકા હતો. આ સિરીઝનો તે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંક છે. સરકારની માહિતી પ્રમાણે બેસિક મેટલ્સ અને કેમિકલ્સ પ્રોડક્ટ્સ સહિત અનેક સેક્ટરોમાં જથ્થાબંધ મોંઘવારીનું યોગદાન રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધવાની અસર કંપનીઓના ઉત્પાદન ખર્ચ અને નફા પર અસર જોવા મળી છે.
