Ration Card: રાશન કાર્ડ વગર તમે અનેક સરકારી લાભોથી વંચિત રહી શકો છો, આ સ્થિતિને કેવી રીતે ટાળી શકાય તે જાણો

Ration Card:રાશન કાર્ડ(Ration Card) સામાન્ય પ્રજાજનો માટે એક એવી જરૂરિયાત હોય છે કે જે વિવિધ સરકારી યોજના સાથે જોડે છે અને ફ્રી કે વાજબી કિંમત પર ચીજવસ્તુ મેળવવાનું માધ્યમ બને છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 05 Nov 2026 10:14 AM (IST)Updated: Thu, 05 Nov 2026 10:26 AM (IST)
without-ration-card-you-could-be-deprived-of-various-government-benefits

Ration Card:રાશન કાર્ડ(Ration Card) સામાન્ય પ્રજાજનો માટે એક એવી જરૂરિયાત હોય છે કે જે વિવિધ સરકારી યોજના સાથે જોડે છે અને ફ્રી કે વાજબી કિંમત પર ચીજવસ્તુ મેળવવાનું માધ્યમ બને છે. આ સાથે કેટલીક એવી સ્કીમ્સ પણ છે જેનો લાભ તમે રાશન કાર્ડ ન હોવાને લીધે ઉઠાવી શકતા નથી. માટે તમારે સરકારી સ્કીમના ફાયદો મેળવવા માટે રાશન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. 

રાશન કાર્ડથી કઈ સ્કીમનો લાભ મળે છે

PM ઉજ્જવલા યોજના

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં ગેસ કનેક્શન મળે છે. જોકે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે જરૂરી દસ્તાવેજો પૂરાવા સ્વરૂપમાં હોવા જરૂરી છે. આ માટે તમારે ચોક્કસ માપદંડોને આધારે યોગ્યતા ધરાવતા હોવા જોઈએ.

કયા દસ્તાવેજોની જરૂર પડે છે

  • આધાર કાર્ડ
  • સરનામાના પૂરાવા માટે આધાર કાર્ડ જરૂરી છે.
  • બેન્ક અકાઉન્ટને લગતી વિગતો કે જેથી તમને સબસિડીના પૈસા મળ્યાં
  • રાશન કાર્ડની લેટેસ્ટ ફોટોની નકલ. અત્રે એ બાબત ધ્યાનમાં રાખો કે રાશન કાર્ડમાં તમારા તમામ પરિવારના સભ્યોના નામનો સમાવેશ થતો હોવો જોઈએ.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PM-JAY)

આ યોજના અંતર્ગત રાશન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે, રાશન કાર્ડ વગર તમે આયુષ્યમાન કાર્ડનો પણ ફાયદો ઉઠાવી શકતા નથી. આયુષ્યમાન કાર્ડ મારફતે જરૂરિયાતમંદ લોકોને રૂપિયા 5 લાખ સુધી ફ્રી ઈલાજ મળે છે. જોકે તમારી પાસે રાશન કાર્ડ નથી તો તમે આયુષ્માન કાર્ડ બનાવી શકશો નહીં.

રાશન કાર્ડ કેવી રીતે બનાવી શકાય છે?

  • સૌથી પહેલા તમારે તમારા રાજ્યના ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈ વિભાગની વેબસાઈટની મુલાકાત લેવી
  • હવે અહીં New Ration Card Applyનો વિકલ્પ પસંદ કરો
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર સાથે રજિસ્ટ્રેશન કરો
  • જે ફોર્મ તમને દેખાય છે તેને અપ્લાઈ કરો જેમાં તમારા પરિવારના સભ્યોની માહિતી ભરવી
  • જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો
  • ફોર્મને સબમિટ કરો અને Acknowledgement/Reference Number સેવ કરી લો.
  • આ સાથે રેફરન્સ નંબર તમને બાદમાં સ્ટેટસ ચેક કરવામાં મદદરૂપ બનશે.