Bank Holiday on Dhanteras 2026: ધનતેરસના પવિત્ર દિવસે દેશભરમાં સોના-ચાંદી, વાહનો, નવા મકાન કે વાસણોની ખરીદી કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. દિવાળીના પાંચ દિવસીય મહાપર્વની શરૂઆત ધનતેરસથી જ થાય છે. આવામાં ઘણા ગ્રાહકોના મનમાં પ્રશ્ન છે કે શું ધનતેરસના દિવસે બેંકોમાં કામકાજ થશે કે રજા રહેશે?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના હોલિડે કેલેન્ડર મુજબ, ધનતેરસના દિવસે દેશભરમાં તમામ બેંક શાખાઓ સામાન્ય રીતે ખુલ્લી રહેશે અને કામકાજ ચાલુ રહેશે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન વખતે ભગવાન ધન્વંતરિ અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. આરોગ્યના દેવ ભગવાન ધન્વંતરિ અને ધનની દેવી મા લક્ષ્મી તેમજ કુબેરજીની પૂજા આ દિવસે કરવામાં આવે છે. આથી ખરીદી અને નાણાકીય વ્યવહારો માટે આ દિવસ ખૂબ શુભ ગણાય છે.
નવેમ્બર 2026માં ક્યારે-ક્યારે રહેશે બેંક રજાઓ? (રાજ્ય મુજબ)
| તારીખ | તહેવાર / કારણ | જે-તે બેંકિંગ સર્કલ / રાજ્યો |
| 9 નવેમ્બર | દિવાળી / લક્ષ્મી પૂજન / ગોવર્ધન પૂજા | ત્રિપુરા, એમ.પી., ચંડીગઢ, સિક્કિમ, મણિપુર, રાજસ્થાન અને યુ.પી. |
| 10 નવેમ્બર | બલિ પ્રતિપદા / વિક્રમ સંવત નવું વર્ષ | અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, દેહરાદૂન, ગંગટોક, મુંબઈ, નાગપુર |
| 11 નવેમ્બર | ભાઈબીજ / ચિત્રગુપ્ત જયંતિ | ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, કોલકાતા, લખનઉ, શિમલા |
| 13 નવેમ્બર | વાંગલા ફેસ્ટિવલ | શિલોંગ (મેઘાલય) |
| 16 નવેમ્બર | છઠ પૂજા | પટના અને રાંચી |
| 20 નવેમ્બર | ઈગાસ-બગવાલ | દેહરાદૂન (ઉત્તરાખંડ) |
| 23 નવેમ્બર | સેંગ કુક સ્નેમ | શિલોંગ |
| 24 નવેમ્બર | ગુરુ નાનક જયંતિ / કાર્તિક પૂર્ણિમા | દિલ્હી, મુંબઈ, કોલકાતા, કાનપુર, ભોપાળ, જયપુર સહિત મોટાભાગના સર્કલ |
| 27 નવેમ્બર | કનકદાસ જયંતિ | બેંગલુરુ |
નવેમ્બર મહિનામાં દિવાળી, છઠ પૂજા અને ગુરુ નાનક જયંતિ જેવા અનેક તહેવારો આવતા હોવાથી અલગ-અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
સાપ્તાહિક રજાઓ
- રવિવારની રજાઓ: 1, 8, 15, 22 અને 29 નવેમ્બર.
- શનિવારની રજાઓ: 14 નવેમ્બર (બીજો શનિવાર) અને 28 નવેમ્બર (ચોથો શનિવાર).
બેંક બંધ હોય ત્યારે પણ ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે
જો બેંક શાખા બંધ પણ હોય, તો પણ ગ્રાહકોના રોજિંદા નાણાકીય કામકાજ અટકશે નહીં.
UPI અને મોબાઇલ બેંકિંગ: ગૂગલ પે, ફોનપે કે બેંક એપ દ્વારા તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરી શકાશે.
ATM સેવાઓ: રોકડ રકમ ઉપાડવા કે જમા કરાવવા માટે એટીએમ મશીન ચાલુ રહેશે.
ઇન્ટરનેટ બેંકિંગ: નેટ બેંકિંગ દ્વારા નેફ્ટ (NEFT) અને આરટીજીએસ (RTGS)ની સુવિધા ઉપલબ્ધ રહેશે.
(નોંધ: ચેક ક્લિયરિંગ, કેવાયસી (KYC) અપડેટ અને શાખામાં જઈને કરવાના કાગળકામ માટે બેંકની સત્તાવાર રજાઓ ધ્યાને રાખીને જ આયોજન કરવું.)
