Bank Holiday on New Year 2026: વર્ષ 2026 ના આગમનને હવે ગણતરીના કલાકો બાકી છે. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ઘણા લોકોને બેંકિંગ સંબંધિત કામકાજ પતાવવાના હોય છે. જોકે, સૌથી મોટી મૂંઝવણ એ હોય છે કે શું 1 જાન્યુઆરીએ બેંકો ખુલ્લી રહેશે કે બંધ? જો તમે પણ જાન્યુઆરી 2026 માં બેંક જવાનું વિચારી રહ્યા હોવ, તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની રજાઓની યાદી તપાસવી અનિવાર્ય છે.
શું 1 જાન્યુઆરી, 2026 ના રોજ બેંકો બંધ રહેશે?
ઘણા લોકો માને છે કે નવા વર્ષના પહેલા દિવસે બેંકોમાં રજા હોય છે, પરંતુ આ સાચું નથી. RBI ની યાદી મુજબ, 1 જાન્યુઆરી, 2026 ના રોજ દેશભરમાં બેંકો બંધ રહેશે નહીં. માત્ર અમુક ચોક્કસ શહેરોમાં જ સ્થાનિક રજા હોવાથી કામકાજ બંધ રહેશે.
ખાસ કરીને ઐઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ઇમ્ફાલ, ઇટાનગર, કોહિમા, કોલકાતા અને શિલોંગ જેવા શહેરોમાં 1 જાન્યુઆરીએ બેંકો બંધ રહેશે. આ સિવાયના અન્ય તમામ રાજ્યો અને શહેરોમાં બેંકો રાબેતા મુજબ કાર્ય કરશે.
વર્ષ 2026 માં 100 થી વધુ રજાઓ
RBI ના હોલીડે કેલેન્ડર મુજબ, વર્ષ 2026 માં અલગ-અલગ રાજ્યોમાં તહેવારો અને સાપ્તાહિક રજાઓ મળીને 100 થી વધુ દિવસ બેંકો બંધ રહેશે. જેમાં પ્રજાસત્તાક દિવસ, હોળી, દિવાળી અને દશેરા જેવા મુખ્ય તહેવારોનો સમાવેશ થાય છે.
જાન્યુઆરી 2026માં બેંક રજા | Bank Holidays in January 2026
| તારીખ | વાર | રજા / તહેવાર |
|---|---|---|
| 1 જાન્યુઆરી, 2026 | ગુરુવાર | નવા વર્ષના દિવસે ઐઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ઇમ્ફાલ, ઇટાનગર, કોહિમા, કોલકાતા અને શિલોંગમાં બેંકો બંધ |
| 2 જાન્યુઆરી, 2026 | શુક્રવાર | મન્નમ જયંતિ / નવા વર્ષની ઉજવણી – ઐઝોલ, કોચી અને તિરુવનંતપુરમમાં રજા |
| 3 જાન્યુઆરી, 2026 | શનિવાર | હઝરત અલીનો જન્મદિવસ – લખનૌમાં બેંક રજા |
| 4 જાન્યુઆરી, 2026 | રવિવાર | રવિવાર – દેશભરની બેંકો બંધ |
| 10 જાન્યુઆરી, 2026 | શનિવાર | બીજો શનિવાર – દેશભરની બેંકો બંધ |
| 11 જાન્યુઆરી, 2026 | રવિવાર | રવિવાર – દેશભરની બેંકો બંધ |
| 12 જાન્યુઆરી, 2026 | સોમવાર | સ્વામી વિવેકાનંદ જયંતિ – કોલકાતામાં બેંકો બંધ |
| 14 જાન્યુઆરી, 2026 | બુધવાર | મકરસંક્રાંતિ / માઘ બિહુ – અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી અને ઇટાનગરમાં રજા |
| 15 જાન્યુઆરી, 2026 | ગુરુવાર | ઉત્તરાયણ / પોંગલ / મકર સંક્રાંતિ – બેંગલુરુ, ચેન્નાઈ, ગંગટોક, હૈદરાબાદ અને વિજયવાડામાં રજા |
| 16 જાન્યુઆરી, 2026 | શુક્રવાર | તિરુવલ્લુવર દિવસ – ચેન્નાઈમાં બેંક રજા |
| 17 જાન્યુઆરી, 2026 | શનિવાર | ઉઝાવર થિરુનાલ – ચેન્નાઈમાં રજા |
| 18 જાન્યુઆરી, 2026 | રવિવાર | રવિવાર – દેશભરની બેંકો બંધ |
| 23 જાન્યુઆરી, 2026 | શુક્રવાર | નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ / વસંત પંચમી – અગરતલા, ભુવનેશ્વર અને કોલકાતામાં રજા |
| 24 જાન્યુઆરી, 2026 | શનિવાર | ચોથો શનિવાર – દેશભરની બેંકો બંધ |
| 25 જાન્યુઆરી, 2026 | રવિવાર | રવિવાર – દેશભરની બેંકો બંધ |
| 26 જાન્યુઆરી, 2026 | સોમવાર | પ્રજાસત્તાક દિવસ – દેશભરમાં બેંકો સંપૂર્ણ બંધ |
