Vedanta Share Price: શુક્રવારે શેરબજારમાં વેદાંતા લિમિટેડ (Vedanta Limited)ના શેરોમાં આશરે 6 ટકાની તેજી જોવા મળી છે. માઈનિંગ સેક્ટરની આ દિગ્ગજ કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતી પ્રમાણે બોન્ડ્સની સામે જે શેર મુકવામાં આવેલા તે શેરો હવે ફ્રી કરવામાં આવ્યા છે.
પેટાકંપનીઓ ટ્વિન સ્ટાર હોલ્ડિંગ્સ, વેલ્ટર ટ્રેડિંગ લિમિટેડ, વેદાંતા હોલ્ડિંગ્સ મોરેશિયસ (VHML), વેદાંતા હોલ્ડિંગ્સ મોરેશિયસ II (VHMLII) તથા વેદાંતા નેધર્લેન્ડ ઈન્વેસ્ટમેન્ટ BV(VNIBV)ના માધ્યમથી પોતાના ઈક્વિટી શેરોને રિલીઝ કરવામાં આવ્યા છે.
- શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે કંપનીના શેરનો ભાવ રૂપિયા 29.05 એટલે કે 6.15 ટકા ઉછળી રૂપિયા 501.25 રહ્યા હતા. ઈન્ટ્રા-ડેમાં શેરનો ભાવ રૂપિયા 505.45 બોલાયો હતો.
- કંપનીએ એક્સચેન્જને આપેલી માહિતી પ્રમાણે વેદાંતા રિસોર્સિસ ફાઈનાન્સ II PLC તરફથી ઈશ્યુ કરવામાં આવેલ 1.2 બિલિયન ડોલરના બોન્ડ સાથે સંકળાયેલ તમામ શેર ઋણમુક્ત થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બોન્ડ્સ આગામી વર્ષ 2025માં મેચ્યોર થવાના હતા.
- વેદાંતાના શેરોએ રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. ગયા વર્ષે 8મી ડિસેમ્બરના રોજ શેરનો ભાવ રૂપિયા 241.55 હતો,જે છેલ્લા એક વર્ષની સૌથી નીચી સપાટી હતી. આ નીચેના સ્તરેથી 10 મહિનામાં તે આશરે 117 ટકા તેજી સાથે 30 સપ્ટેમ્બર 2024ના રોજ રૂપિયા 523.60 બોલાયો હતો. જે રેકોર્ડ હાઈ હતો.
