FD Interest Rate:જો તમે તમારી બચત સુરક્ષિત જગ્યાએ રોકાણ કરીને સારું વળતર મેળવવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે છે. બેંકોએ અત્યારે 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.
વ્યાજ દરમાં નાના ફેરફારો પણ તમારા વળતર પર નોંધપાત્ર અસર કરી શકે છે, ખાસ કરીને જો તમે મોટી રકમનું રોકાણ કરી રહ્યા હોય અથવા લાંબા ગાળા માટે હોય ત્યારે વ્યાજ દરો ઊચા હોય તે અંગે જાણકારી રાખવી જરૂરી બને છે. એ જાણવું મહત્વપૂર્ણ છે કે હાલમાં કઈ બેંક તમારી FD પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે.
સ્મોલ ફાઇનાન્સ બેંક FD સૌથી વધુ ફાયદાકારક છે
સ્મોલ ફાઇનાન્સ બેંકો હાલમાં રોકાણકારોને સૌથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકે 3 વર્ષની એફડી પર 7.65% નો સૌથી વધુ વ્યાજ દર નક્કી કર્યો છે. સ્લાઇસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને જના સ્મોલ ફાઇનાન્સ બેંક પણ 7.50% વ્યાજ દર ઓફર કરી રહ્યા છે. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક 7.25% અને AU સ્મોલ ફાઇનાન્સ બેંક 7.10% ઓફર કરે છે. જોકે સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રોકાણ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. આ બેંકો ફક્ત ₹5 લાખ સુધીની DICGC ગેરંટી આપે છે, એટલે કે તમારી મૂડી અને વ્યાજ ફક્ત આ મર્યાદા સુધી જ સુરક્ષિત છે.
ખાનગી બેંકો પણ સારું વળતર આપી રહી
ખાનગી ક્ષેત્રની બેંકોમાં RBL બેંક અગ્રણી છે, જે 3 વર્ષની FD પર 7.20% વ્યાજ દર ઓફર કરે છે. ત્યારબાદ SBM બેંક ઇન્ડિયા 7.10% વ્યાજ દરે આવે છે. બંધન બેંક, યસ બેંક અને DCB બેંક 7% વ્યાજ દર ઓફર કરી રહી છે, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક 6.90% અને ICICI બેંક અને એક્સિસ બેંક 6.60% વ્યાજ દર ઓફર કરી રહી છે.
જાહેર ક્ષેત્રની બેંકો વિશ્વસનીય રહે છે
જો તમે તમારા ભંડોળની સુરક્ષાને પ્રાથમિકતા આપો છો તો જાહેર ક્ષેત્રની બેંકો સૌથી વિશ્વસનીય વિકલ્પ રહે છે. તેમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 3 વર્ષની FD પર 6.60% નો સૌથી વધુ વ્યાજ દર ઓફર કરે છે. ત્યારબાદ બેંક ઓફ બરોડા 6.50%, PMB 6.40% અને SBI 6.30% વ્યાજ દર આપે છે.
