WhatsApp: આ એન્ડ્રોઇડ ફોનમાં ઓક્ટોબર પછી બંધ થઈ જશે વોટ્સએપ, ચેક કરો આ લિસ્ટમાં તમારો ફોન તો નથી ને!

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 15 Oct 2023 12:22 PM (IST)Updated: Sun, 15 Oct 2023 12:23 PM (IST)
whatsapp-will-not-working-in-this-selected-android-phones-after-october-2023-check-if-your-phone-is-not-in-this-list-technology-news-in-gujarati

WhatsApp Support: હાલના સમયમાં વોટ્સએપએ એક ખૂબ જ મહત્ત્વનું ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપ આજે આપણી લાઈફનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે. લોકો ઓફિશિયલી અને પર્સનલી બંને રીતે તેનો ઉપયોગ કરે છે. ત્યારે વોટ્સએપ યૂઝર્સ માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મળી રહી છે કે, આગામી 24 ઓક્ટોબરથી અમુક જૂના એન્ડ્રોઇડ ફોન્સ અને iPhones પર વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે.

મળતી માહિતી પ્રમાણે, વોટ્સએપ ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝન પર યૂઝર્સ માટે નવા ફીચર્સ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, તેમજ લેટેસ્ટ સિક્યુરિટી અને ટેકનોલોજીકલ એડવાન્સનો લાભ લેવા માંગે છે. જે કારણે એન્ડ્રોઇડ ઓએસ વર્ઝન 4.1 અને તેથી વધુ જૂના મોડેલ ફોન પર વોટ્સએપ બંધ થઈ જશે.

આ ડિવાઈસ પર વોટ્સએપ સપોર્ટ કરશે નહીં

  • iPhone 5
  • iPhone 5c
  • Samsung Galaxy Nexus
  • Samsung Galaxy S2
  • Samsung Galaxy S
  • Samsung Galaxy Tab 10.1
  • Sony Ericsson Xperia Arc3
  • Sony Xperia Z
  • Sony Xperia S2
  • Nexus 7
  • LG Optimus G Pro
  • LG Optimus 2X
  • Archos 53 Platinum
  • HTC Desire 500
  • HTC Sensation
  • HTC Desire HD
  • HTC One
  • Huawei Ascend D
  • Huawei Ascend D1
  • Grand S Flex ZTE
  • Grand X Quad V987 ZTE
  • Motorola Droid Razr
  • Motorola Xoom
  • Asus Eee Pad Transformer
  • Acer Iconia Tab A5003

જો કે, વોટ્સએપ સપોર્ટ બંધ થતા પહેલા યૂઝર્સને નોટિફાય કરી રહ્યું છે કે, વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખવા માટે ડિવાઈસને અપગ્રેડ કરો. 24 ઓક્ટોબર પછી વોટ્સએપ ડેવલપર્સ ટેક્નિકલ સપોર્ટ અને અપડેટ આપવાનું બંધ કરી દેશે. જેના કારણે ડિવાઈસનું OS ઓટોમેટિક અપડેટ્સ, પેચીસ, સિક્યુરિટી ફિક્સેસ, બગ ફિક્સેસ અથવા નવા ફિચર્સ પ્રાપ્ત કરી શકાશે નહીં.

નોંધનીય છે કે, જે ફોનમાં વોટ્સએપ બંધ થવા જઈ રહ્યું તેમાંથી મોટા ભાગના ફોનનો આજે ઉપયોગ થતો નથી. જો કે, જો જે વ્યક્તિ પાસે હજુ પણ આમાંથી એક ફોન છે, તો તેને નવા ડિવાઈસ પર અપગ્રેડ કરવું જોઈએ. આનું કારણ એ છે કે વોટ્સએપ સહિતની ઘણી એપ્સ જૂની ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરવાનું બંધ કરે છે.

કેવી રીતે ચેક કરવું ડિવાઈસ ઓએસ
સ્માર્ટફોનમાં Android OS સેટિંગ્સ મેનૂમાં જઈને ચેક કરી શકાય છે. તે માટે Settings > About phone > Software information પર ચેક કરો. ત્યાં Android વર્ઝન જોવા મળશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.