Income Tax Form Update:આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ રહી છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત થાય તે અગાઉ આવક વેરા વિભાગે આંકરણી વર્ષ 2026-27 માટે તમામ ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફોર્મ્સને નોટિફાઈ કર્યો છે. એટલે કે હવે કોઈ જ વિલંબ વગર બિઝનેસમેન્, પગારદાર વ્યક્તિ અને અન્ય સંસ્થાઓ નાણાકીય વર્ષ 2025-26 માટે તેમના આવક વેરા રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
આવક વેરા વિભાગ તરફથી ટૂંક સમયમાં રિટર્ન ફોર્મ્સ નોટિફાઈ કરવાથી કરદાતાઓને જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવાનો પૂરતો સમય મળી રહેશે. જેથી તે સમયથી મળશે, જેથી આ સમયથી તમે રિટર્ન દાખલ કરી શકશે.
આ પણ વાંચો
આ ITR Formsને મંજૂરી મળી
નાના અને મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપતા આવકવેરા વિભાગે 30 માર્ચે ITR-1 અને ITR-4 ને નોટિફાઈ કર્યા હતા. એક દિવસ પછી 31 માર્ચે બાકીના ફોર્મ - ITR 2, ITR 3, ITR 5, ITR 6, ITR 7 અને ITR-U - પણ બહાર પાડવામાં આવ્યા હતા. સરકારે ફાઇલિંગ પ્રક્રિયાને સરળ બનાવવા અને છેલ્લી ઘડીની ટેકનિકલ ખામીને ઘટાડવા માટે સક્રિય પગલાં લીધાં છે.
ITR 2026 ફાઇલ કરવાની અંતિમ તારીખ શું છે?
વ્યક્તિગત કરદાતાઓ અને ઓડિટ ન થયેલા ખાતા ધરાવતા લોકો માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2026 છે. દાયકાઓ જૂનો આવકવેરા કાયદો, 1961 આજે સમાપ્ત થઈ ગયો છે. તેના સ્થાને, સરકારે આવકવેરા કાયદો, 2025 રજૂ કર્યો છે, જે આજે, 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવ્યો છે.
જો કે, કરદાતાઓ માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે નવો આવકવેરા કાયદો આ ફાઇલિંગ સમયગાળા પર લાગુ થશે નહીં. તેની અસર આવતા વર્ષે, જૂન 2027 થી અનુભવાશે. તેથી, આ વર્ષે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટેના હાલના નિયમોનું પાલન કરો.
