Anant Ambani And Jio:Jio પ્લેટફોર્મ્સની લિસ્ટીંગ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનંત અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રણામ કર્યાં છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનની મહેનત સફળ થઈ રહી છેઅને Jio ભારતની દરેક ડિજિટલ સપનાની ધડકન છે.
અનંત અંબાણીએ કહ્યું કે રિલાયન્સ નવા સપના જોવાનું જાળવી રાખશે. અનંત અંબાણીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારા કોટી-કોટી પ્રણામ. તમારી મહેનત સફળ થઈ રહી છે. તેમણે જિયોને દેશના ડિજિટલ સપના સાથે જોડતા કહ્યું કે તે ભારતના દરેક ડિજિટલ સપનામાં ધબકે છે.
તેમણે કહ્યું કે જિયોને સમગ્ર દેશ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા છે અને સૌએ કહ્યું- 'જિયો મેરે લાલ'. અનંત અંબાણીએ કહ્યું કે જિયો આપણા સૌને માટે એક મોટું સપનું છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે ભારત કોઈનાથી પણ પાછળ રહેશે નહીં.
રિલાયન્સના સપના અને ભારતના વિકાસનો ઉલ્લેખ કરતાં અનંત અંબાણીએ કહ્યું કે તેમના દાદાએ કહ્યું હતું કે સામાન્ય ભારતીય મોટા સપના જોઈ શકે છે. લોકોની સૌથી મોટી મૂડી તેમના સપના છે. અનંત અંબાણીએ આ પ્રસંગને ગર્વ કરવાનો સમય હોવાનું કહ્યું હતું.
