Warren Buffett Retirement: સેંકડો રોકાણકારોના રોલ મોડેલ વૉરન બફેટ છ દાયકા ઈનિંગ બાદ આજે નિવૃત્તિ લેશે

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નેટવર્ક આશરે 109.2 અબજ ડોલર છે,જ્યારે વોરન બફેટની કંપની બર્કશાયર હેથવે 381.7 અબજ ડોલરની રોકડ ધરાવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 31 Dec 2025 10:33 AM (IST)Updated: Wed 31 Dec 2025 10:33 AM (IST)
warren-buffett-a-role-model-for-hundreds-of-investors-will-take-retirement-today-after-six-decades-of-active-life-665164

Warren Buffett Retirement:વિશ્વભરમાં દાયકાઓ સુધી સેંકડો રોકાણકારો માટે રોલમોડલ રહેલા બર્કશાયર હેથવે(Berkshire Hathaway)ના CEO વૉરન બફેટ( Warren Buffett) આજે તેમનું પદ છોડી દેશે. આ રિટાયરમેન્ટ બર્કશાયરના શેરધારકોની વાર્ષિક સામાન્ય સભામાં જાહેરાત કરવામાં આવી હતી.

1લી જાન્યુઆરી 2026થી કંપનીના વાઈસ ચેરમેન ગ્રેગ એબલ (Greg Abel) કંપનીમાં તેમના અનુગામી બનશે. 95 વર્ષના વોરન બફેટે કહ્યું કે તેઓ ઓફિસ આવતા-જતા રહેશે અને બોર્ડના ચેરમેન તરીકે જળવાઈ રહેશે. અલબત દૈનિક કામકાજમાંથી તેમનું હટવાની ઘટના એ છેલ્લા છ દાયકાથી ચાલ્યો આવતા એક એવા અધ્યાયનો અંત છે કે જેમણે વિશ્વના સૌથી વિશાળ અર્થતંત્ર અમેરિકામાં મૂડીવાદને એક નવું જ સ્વરૂપ આપ્યું અને ભારે સંઘર્ષ કરી રહેલી કંપનીને એક વિશાળ આર્થિક સામ્રાજ્યમાં તબદિલ કરી.

મુકેશ અંબાણીની કુલ નેટવર્ક કરતાં ત્રણ ગણી રોકડ
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નેટવર્ક આશરે 109.2 અબજ ડોલર છે,જ્યારે વોરન બફેટની કંપની બર્કશાયર હેથવે 381.7 અબજ ડોલરની રોકડ ધરાવે છે. એટલે કે બર્કશાયર હેથવે પાસે મુકેશ અંબાણીની કૂલ સંપત્તીની તુલનામાં 3 ગણાથી વધારે કેશ છે.

આજે બર્કશાયર અમેરિકાની 9માં ક્રમની સૌથી મૂલ્યવાન કંપની છે. તે દેશની બીજી ક્રમની સૌથી વિશાળ પ્રોપર્ટી અને લાયાબિલિટી ઈન્શ્યોરન્સ કંપની છે. આ કંપની પાસે આશરે 700 અબજ ડોલરના ટ્રેડ યોગ્ય સ્ટોક, બોન્ડ તથા રોકડનો જંગાવર છે. દાયકાઓ સુધી બર્કશાયરે S&P-500 Indexને માત આપી છે.

વૉરન બફેટે તેમના કાર્યકાળ દરમિયાન ગીકો અને નેશનલ ઈન્ડેમ્નીટ જેવી વિમા કંપનીઓ, ઈસ્કર મેટલવર્કિંગ જેવ Manufacturing કંપનીઓ, ડેરી ક્વિન જેવી રિટેલ બ્રાન્ડ તથા મોટા કદની યુટીલિટી કંપનીઓ તથા ત્યા સુધી કે અમેરિકાની સૌથી વિશાળ રેલવે માર્ગો પૈકીની એક BNSFને ખરીદી લીધેલી. તેણે સેંકડો અબજ ડોલરના શેરની ખરીદી-વેચાણ તથા American Express, Coca-Cola અને Apple જેવી મહાકાય કંપનીઓમાં લાંબા સમય સુધી રોકાણ કર્યું અને તેને જાળવી રાખીને જંગી પ્રમાણમાં નફાની કમાણી કરેલી.

ટેક્સટાઇલ મિલથી શરૂઆત કરેલી
વોરેન બફેટને વિશ્વના સૌથી મોટા રોકાણકાર માનવામાં આવે છે. તેમણે બર્કશાયરને એક નાની ટેક્સટાઇલ મિલમાંથી એક વિશાળ કંપનીમાં વિકસાવ્યું. વર્ષ 1962માં તેમણે આ મિલને 7.60 ડોલર પ્રતિ શેરના ભાવથી ખરીદવાનું શરૂ કર્યું. આજે બર્કશાયરના શેરની કિંમત 750,000 ડોલરથી વધુ છે. બફેટનો બર્કશાયર સ્ટોક આશરે 150 બિલિયન ડોલરની સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે છેલ્લા 20 વર્ષમાં ચેરિટીમાં 60 બિલિયન ડોરથી વધુનું દાન પણ કર્યું છે.