Varmora Granito Limited IPO:વરમોરા ગ્રેનિટ લિમિટેડ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓના ઓફર મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ખોલશે. આ ઓફર 24 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026 રહેશે. બિડ્સ લઘુતમ 101 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 101 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂપિયા 140થી રૂપિયા 148નો નક્કી કરવામાં આવ્યો છે.
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) પર કરવાનો પ્રસ્તાવ છે. આ ઓફર માટે એનએસઈ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ છે.જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી), સુધારા (SCRR) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચીને કરવામાં આવી રહી છે. આ IPO બે ભાગનો બનેલો છે ₹3,200 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ અને વર્તમાન રોકાણકાર 'કાત્સુરા ઇન્વેસ્ટમેન્ટ્સ' દ્વારા 26,217,634 શેર સુધીનું 'ઓફર ફોર સેલ' (વેચાણ માટેની ઓફર).
કંપની BSE અને NSE બંને પર લિસ્ટ થવાની યોજના ધરાવે છે, જેમાં NSE ને પ્રાથમિક એક્સચેન્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 101 શેરના લોટ માટે બિડ કરવાની રહેશે અને ત્યારબાદની બિડ 101 ના ગુણાંકમાં કરવાની રહેશે. ₹148 ની કેપ પ્રાઇસ (મહત્તમ કિંમત) મુજબ, અરજી માટેની લઘુત્તમ રકમ અંદાજે ₹14,948 થાય છે.
