US Dollar Vs Rupee History: 100 વર્ષ અગાઉ એક રૂપિયામાં 10 ડોલર મળતા, આજે એક ડોલરના 91 રૂપિયા, સ્થિતિ બિલકુલ પલટાઈ ગઈ

આજથી 100 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 1925માં રૂપિયો ડોલરની તુલનામાં ખૂબ જ મજબૂત હતો. કારણ કે તે બ્રિટીશ કરન્સી સાથે જોડાયેલો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 20 Dec 2025 04:34 PM (IST)Updated: Sat 20 Dec 2025 04:34 PM (IST)
us-dollar-vs-rupee-history-rupee-was-once-stronger-than-dollar-but-not-record-low-why-658954

US Dollar Vs Rupee History:ભારતીય રૂપિયાએ US ડોલર સામે અત્યાર સુધીની સૌથી નીચી 90થી પણ નીચેની સપાટી નોંધાવી છે. એટલે કે અમેરિકી ચલણ સામે રૂપિયા 91ના લેવલે પહોંચી ગયો છે. વૈશ્વિક અર્થતંત્રમાં જે ભૂરાજકિય પરિસ્થિતિ સર્જાયેલી છે તેની બજાર સેન્ટીમેન્ટની સાથે કરન્સી પર પણ દબાણ જોવા મળે છે.

આ વર્ષે એટલે કે વર્ષ 2025 દરમિયાન US ડોલર સામે રૂપિયાના પર્ફોમન્સને જોઈએ તો અત્યાર સુધીમાં 5 ટકાથી વધારે ઘટાડો નોંધાવ્યો છે. અલબત જો વિશ્વના અન્ય દેશોના ચલણની વાત કરીએ તો તુર્કીની કરન્સી લીરા અને આર્જેન્ટીનાની કન્સી પેસોની સ્થિતિ ભારતીય રૂપિયા કરતાં પણ ખરાબ છે.

બજારના જાણકારોના મતે ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતીમાં વિલંગ તથા ભારતીય શેરબજારમાં સતત વિદેશી ફંડોની વેચવાલીને લીધે ભારતીય રૂપિયા પર આ દબાણ જોવા મળે છે.

રૂપિયા સામે ડોલર
આજથી 100 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 1925માં રૂપિયો ડોલરની તુલનામાં ખૂબ જ મજબૂત હતો. કારણ કે તે બ્રિટીશ કરન્સી સાથે જોડાયેલો હતો. બૂકમાઈફોરેક્સ ડોટ કોમની માહિતી પ્રમાણે વર્ષ 1925માં એક રૂપિયાનું મૂલ્ય 10 ડોલરની સમકક્ષ હતું.

વર્ષ 1947માં જ્યારે ભારતે અંગ્રેજો પાસેથી આઝાદી મેળવી ત્યારે એક ડોલરની કિંમત રૂપિયા 3.3 હતી. વર્ષ 1950 આવતા-આવતા તે એક ડોલરની કિંમત 4.76 રૂપિયા થઈ ગઈ હી. વર્ષ 1965 સુધીમાં આ લેવલ પર થયાવત રહ્યા બાદ વર્ષ 1966માં રૂપિયો ડોલરની તુલનામાં 7.5ના લેવલ પર આવી ગયો હતો.

વર્ષ 1980માં ડોલરની તુલનામાં રૂપિયા 7.86 પર હતો અને વર્ષ 1990માં તે 17.5 થઈ ગયો. વર્ષ 2000 આવતા-આવતા એક ડોલરની કિંમત 44.94 પહોંચી ગઈ. વર્ષ 2010માં એક ડોલરની કિંમત 45.73 રૂપિયા જ્યારે વર્ષ 2020 સુધીમાં રૂપિયા 76.38 થઈ ગઈ હતી. દિવસો પ્રમાણે ગણતરી કરીએ તો ડોલર સામે રૂપિયાની સફર 65થી 70 સુધી પહોંચવામાં 1815 દિવસનો સમય લાગ્યો હતો.

ત્યારબાદ 70થી 75 સુધી પહોંચવામાં 581 દિવસનો સમય લાગ્યો હતો. ડોલર સામે રૂપિયો 75થી 80ના સ્તર સુધી પહોંચવામાં 917 દિવસનો તથા 819 દિવસમાં તે 80-85 સુધી પહોંચ્યો હતો. 85-90 પહોંચવામાં તેને 349 દિવસ લાગ્યો અને 90થી 91 સુધી તે ફક્ત 13 દિવસનો સમય લાગ્યો છે.

વિશ્વમાં આ 9 ચલણ અમેરિકી ડોલરથી મજબૂત છે
પણ વિશ્વમાં 9 ચલણો ડોલર કરતાં વધુ મજબૂત છે. કુવૈતનું ચલણ દિનાર આ યાદીમાં મોખરે છે. એક દિનારનું મૂલ્ય 3.25 ડોલર બરાબર છે. બહેરીની દિનાર બીજા સ્થાને છે જે 2.65 ડોલર બરાબર છે.

ઓમાનનો રિયાલ પણ US ડોલર કરતાં વધુ મૂલ્યવાન છે. હાલમાં એક ઓમાની રિયાલનું મૂલ્ય 2.60 US ડોલર બરાબર છે. એ જ રીતે જોર્ડનની ચલણ દિનાર, બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ, જિબ્રાલ્ટર પાઉન્ડ, કેમેન આઇલેન્ડ ડોલર, સ્વિસ ફ્રેંક અને યુરો પણ ડોલર કરતાં વધુ મજબૂત છે.