US Permanent Labour Certification Program:અમેરિકાએ ભારતીય ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. હકીકતમાં અમેરિકાએ 8 કંપનીના પર્મેનન્ટ લેબલ સર્ટિફિકેશન પ્રોગ્રામને સસ્પેન્ડ કરી દીધો છે. અમેરિકી એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે આ નિર્ણય બાદ આ કંપનીઓ સાથે સંકળાયેલ નવી અરજીને સ્વીકારવામાં આવશે નહીં અને પેન્ડિંગ રહેલી અરજીને લઈ પ્રક્રિયા પણ આગળ વધશે નહીં. અમેરિકાના શ્રમ પ્રધાન કીથ સોંડરલિંગે આ અંગે જાહેરાત કરી છે.
સોંડરલિંગે કહ્યું કે વિશ્વની કેટલી અગ્રણી IT આઉટસોર્સિંગ કંપનીઓને પર્મનેન્ટ લેબર સર્ટીફિકેટ પ્રોગ્રામથી સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમાં કોગ્રિઝેન્ટ, ઈન્ફોસિસ, ટાટા, વિપ્રો, HCL તથા કેમ્પજેમિનીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અમેરિકાના શ્રમ વિભાગે માઈક્રોસોફ્ટ અને એડોબને પણ આ કાર્યક્રમમાંથી સસ્પેન્ડ કરી છે.
30 લાખ વિદેશી કર્મચારીઓનો દાવો
અમેરિકાના શ્રમ પ્રધાને આ કંપનીઓના જૂના આંકડાને ટાંકીને કહ્યું કે વર્ષ 2009થી અત્યાર સુધી ફક્ત આ કંપનીઓએ આશરે 30 લાખ વિદેશી કર્મચારીઓ માટે અરજી કરી છે. તેમણે કહ્યું કે આ કંપનીઓના કર્મચારીઓ માટે 2.30 લાખથી વધારે H-1B વિઝા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એક લાખથી વધારે સ્થાયી શ્રમ સર્ટીફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યા છે. પ્રધાને દાવો કર્યો કે તેને લીધે અમેરિકાના કર્મચારીઓ માટે ઉપલબ્ધ સેંકડો હજારો નોકરીઓને અસર થઈ છે.
જેડી વેંસના ગંભીર આરોપ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે માઈક્રોસોફ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે માઈક્રોસોફ્ટે વર્ષ 2025માં આશરે 6000 US કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા.તે સમયે એ બાબતને પ્રમાણિત કરવામાં આવ્યું હતું કે તે પદો પર કોઈ અમેરિકી કર્મચારી મળતા નથી. તે સંજોગોમાં માઈક્રોસોફ્ટને 6000થી વધારે જગ્યા ભરવા માટે H-1B વિઝા મંજૂર કરવામાં આવ્યા અને અમેરિકાએ 3,682 ગ્રીન કાર્ડ માટે અરજી કરી. આ પૈકી એક હજાર અરજી તે પદ માટે હતી કે જેના પરથી અમેરિકી નાગરિકોને હટાવવામાં આવ્યા હતા અને વિદેશમાંથી વધુ યોગ્ય લોકોને અમેરિકા લાવવામાં આવ્યા હતા.
