Upcoming Smartphones November 2025: જો તમે આ મહિનામાં કોઈ નવો સ્માર્ટફોન ખરીદવા વિશે વિચારી રહ્યા હોવ, તો આ ખબર તમારા માટે છે. હકીકતમાં સ્માર્ટફોનની દુનિયામાં નવેમ્બર મહિનામાં મોટી ઉથલપાથલ થવાની છે. જેમાં અનેક દિગ્ગજ કંપનીઓ આ મહિનામાં જ પોતાના નવા, અપગ્રેડેડ સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે મિડ રેન્જથી માંડીને ફ્લેગશિપ સેગમેન્ટમાં લોન્ચ થશે.
OnePlus, Nothing અને Realme એવી મોટી બ્રાન્ડ્સ પૈકી એક છે, જે પોતાના નવા સ્માર્ટફોન લૉન્ચ કરવા માટે તૈયાર છે. આ સિવાય એક ઈન્ડિયન બ્રાન્ડ Wobble પણ આજ મહિનામાં પોતાનો પ્રથમ સ્માર્ટફોન ઈન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવાની છે. તો ચાલો નવેમ્બર મહિનામાં લોન્ચ થનાર કેટલાક ટોપ સ્માર્ટફોન પર નજર નાંખીએ…
OnePlus 15: ચીનમાં લૉન્ચ થયા બાદ OnePlus 15 આગામી 13 નવેમ્બરના રોજ ભારતમાં પણ લોન્ચ થવાનો છે. જે ભારતમાં સ્નેપડ્રેગન 8 એલિટ જેન 5 ચિપસેટ ધરાવતો પ્રથમ ફોન હશે. આ ઉપરાંત ફોનમાં પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે, જેમાં દરેક કેમેરો 50 મેગા પિક્સ્લનો હશે.

iQOO 15: iQOO પણ પોતાનો નવો ફ્લેગશિપ ફોન iQOO 15 ભારતમાં લૉન્ચ કરવાની છે. આ ફોનને કંપની 26 નવેમ્બરના રોજ ભારતીય માર્કેટમાં રજૂ કરશે. આ ફોનમાં એક પાવરફૂલ 7000 mAhની બેટરી હશે, જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ સિવાય તેમાં સ્નેપડ્રેગન 8 એલિટ જેન 5 પ્રોસેસર હશે.
ખાસ વાત એ છે કે, આ ફોનમાં એક ડેડિકેટેડ Q3 ગેમિંગ ચિપ પણ હશે, જે ગેમિંગ પર્ફોમન્સને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. આ સાથે જ આ ફોન એન્ડ્રોઈ 16 પર બેઝ્ડ OriginOS 6 સજ્જ હશે.
Oppo Find X9 Series: જાણીતી મોબાઈલ કંપની Oppo પણ આજ મહિને પોતાની Find X9 સિરીઝ લોન્ચ કરવાની છે. જેમાં Find X9 અને Find X9 Pro મૉડેલ સામેલ હશે. આ બન્ને ફોનમાં શાનદાર AMOLED ડિસ્પ્લે અને MediaTek Dimensity 9500નો ચિપસેટ હશે.
Lava Agni 4: ઈન્ડિયન સ્માર્ટફોન બ્રાન્ડ Lava પણ આજ મહિને પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરવાની છે, જેને Lava Agni 4 નામથી રજૂ કરવામાં આવશે. આ વખતે ફોનમાં મેટાલિક બૉડી અને એક નવો પિલ શેપ કેમેરા આઈલેન્ડ ડિઝાઈન થઈ શકે છે. ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતો 6.7 ઈંચની Full HD+ ડિસ્પ્લે મળશે. આ ફોન મીડિયા ટેક 8350 પ્રોસેસર અને એક મોટી 7000mAh બેટરી સાથે આવી શકે છે. આ બજેટ સેગમેન્ટમાં એક પાવરફૂલ ફોન હોવાનો છે.

Nothing Phone 3a Lite: નૉથિંગનો નવો ફોન 3a Lite પણ ગ્લોબલ માર્કેટમાં લૉન્ચ થઈ ગયો છે. ટૂંક સમયમાં કંપની ભારતમાં પણ તેની કિંમત જાહેર કરવાની છે. આ ફોનમાં ડાઈમેન્સિટી 7300 પ્રો પ્રોસેસરની સાથે 50 મેગા પિક્સલનો પ્રાઈમરી કેમેરો, 8 મેગા પિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ અને 2 મેગા પિક્સલનો મેક્રો કેમેરા મળશે. આ ફોન એવા લોકો માટે બેસ્ટ ઑપ્શન બની શકે છે, જેમને યુનિક ડિઝાઈન વાળા ફોન ગમે છે.
Realme GT 8 Pro: આ મહિનામાં જ રિયલમી પણ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Realme GT 8 Pro લૉન્ચ કરવા જઈ રહી છે. આ ડિવાઈઝમાં સ્નેપડ્રેગન 8 લાઈટ ઝેન5 ચિપસેટ હશે. આ સાથે જ 7000mAhની મોટી બેટરી પણ હશે.

એવું કહેવાય છે કે, આ ફોનની કિંમત 50 થી 60 હજારની આસપાસ હોઈ શકે છે. આ ડિવાઈઝનો કેમેરા અને પર્ફોમન્સ બન્ને ફ્લેગશિપ લેવલને એક્સપિરિયન્સ આપશે.
