Union Budget 2023: દેશનું પહેલું બજેટ (Union Budget 2023) રજૂ થવામાં એક સપ્તાહ જેટલો સમય બાકી છે. 1 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું પાંચમી વખત (Union Budget 2023) રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ અંતિમ પૂર્ણ બજેટ છે. આ બજેટથી સામાન્ય લોકોને ઘણી આશા છે. બજેટની તૈયારીઓ ઘણાં સમય પહેલાંથી જ શરૂ થઈ જાય છે. તમામ વિચાર-વિમર્શ અને તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ જ્યારે બજેટના (Union Budget 2023) દસ્તાવેજને ફાઈનલ રૂપ આપવામાં આવે છે તે પછી જ આ દસ્તાવેજની સુરક્ષા માટે સઘન વ્યવસ્થા કરાય છે. આવો બજેટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
બજેટના ઘણાં જ ગુપ્ત દસ્તાવેજ તૈયાર કરતી વખતે તેમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓનો સંપર્ક લગભગ 10 દિવસ સુધી કપાય જાય છે. ત્યાં સુધી કે તેઓને પોતાના ઘરે જવાની પણ મંજૂરી નથી મળતી. જ્યાં સુધી બજેટ રજૂ નથી થતું ત્યાં સુધી આ લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
બજેટ તૈયાર કરવામાં અને તેની છપાઈ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓનો લોકઈન પીરિયડ દર વર્ષે હલવા સેરેમની બાદ શરૂ થાય છે. જો કે કોવિડ કાળ વખતે કોવિડ-19ના પ્રોટોકોલ્સને ફોલો કરતા કેન્દ્રીય બજેટ પહેલી વખત પેપરલેસ રજૂ થયું હતું અને બજેટ ટીમમાં સામેલ કોર સ્ટાફને લોકઈનમાં મોકલતાં પહેલાં હલવા સેરેમનીમાં મીઠાઈ આપવામાં આવી હતી.

એક વખત લોકઈન પીરિયડ શરૂ થયા બાદ કોઈ પણ બહારની વ્યક્તિ નાણા મંત્રાલયમાં પ્રવેશ નથી કરી શકતી. ત્યાં સુધીમાં મોબાઈલ નેટવર્ક પણ કામ નથી કરતા. ઈન્ટરનેટના ઉપયોગ પર પણ પ્રતિબંધ હોય છે. માત્ર લેન્ડલાઈનથી જ વાતચીત થઈ શકે છે.
આ 10 દિવસમાં જો કોઈ કર્મચારી બીમાર પડી જાય છે તો તેને હોસ્પિટલમાં જઈને સારવાર કરાવવાની પણ મંજૂરી નથી હોતી. લોકઈન પીરિયડ દરમિયાન મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની તમામ સુવિધાઓથી સજ્જ ડોકટરની ટીમ ત્યાં હાજર હોય છે.

ગુપ્ત દસ્તાવેજને કોઈપણ પ્રકારના હેકિંગના રિસ્કથી બચાવવા માટે જે કોમ્પ્યુટર પર બજેટ ડોક્યુમેન્ટ હોય તેમાંથી ઈન્ટરનેટ અને એનઆઈસીના સર્વરને ડિલિંક કરી દેવામાં આવે છે. આ કોમ્પ્યુટર માત્ર પ્રિન્ટર અને છપાઈ મશીન સાથે જ કનેક્ટ હોય છે.
1950 સુધી બજેટનું છાપકામ રાષ્ટ્રપતિ ભવનમાં જ થતું હતું, પરંતુ 1950માં બજેટનો કેટલોક ભાગ લીક થઈ ગયો હતો. જે બાદ તેનું છાપકામ નવી દિલ્હીના મિન્ટો રોડ પર આવેલા પ્રેસમાં થવા લાગ્યું. જે પછી 1980માં નોર્થ બ્લોકના બેસમેન્ટમાં બનેલા પ્રિન્ટિંગ પ્રેસમાં બજેટ છપાવવા લાગ્યું.
ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.