Elon Musk TruthGPT AI: કોણે વિચાર્યું હશે કે બ્રહ્માંડની પ્રકૃતિના રહસ્યોને સમજવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને AI પ્રોગ્રામ બનાવવો? તમે જે જવાબ શોધી રહ્યા છો તે છે- એલન મસ્ક. અબજોપતિએ તાજેતરમાં જાહેરાત કરી છે કે, તે 'TruthGPT' નામનું AI બનાવવાનું આયોજન ધરાવે છે. મસ્કને લાગે છે કે, આ AI બનાવવું એ એકમાત્ર 'સુરક્ષાનો માર્ગ' છે કારણ કે, AIનું પ્રાથમિક ધ્યાન બ્રહ્માંડ વિશે વધુ જાણવા પર હશે, તે મનુષ્યોથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરવાનું ટાળશે કારણ કે આપણે પણ બ્રહ્માંડનો એક 'સુંદર ભાગ' છીએ.
Elon Musk TruthGPT બનાવશે
ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં, મસ્કે 'ટ્રુથજીપીટી' બનાવવાની તેમની યોજનાઓ શેર કરી. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે મસ્ક પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની બનાવશે. ફોક્સ ન્યૂઝ ઇન્ટરવ્યૂમાં તેમના નિવેદનો આ અહેવાલોની પુષ્ટિ કરે છે.
એલન મસ્કે કહ્યું, "હું કંઈક શરૂ કરવા જઈ રહ્યો છું જેને હું 'TruthGPT' કહું છું, અથવા મહત્તમ સત્ય શોધતી AI જે બ્રહ્માંડની પ્રકૃતિને સમજવાનો પ્રયાસ કરે છે."
BREAKING: @ElonMusk discusses creating an alternative to OpenAI, TruthGPT, because it is being trained to be politically correct and to lie to people. pic.twitter.com/HTFnve9o6d
— ALX 🇺🇸 (@alx) April 18, 2023
આ કેવી રીતે સુરક્ષિત વિકલ્પ હશે તે વિશે વાત કરતાં, તેમણે ઉમેર્યું, "મને લાગે છે કે, આ સલામતી માટેનો શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે છે, એ અર્થમાં કે AI જે બ્રહ્માંડને સમજવાની કાળજી રાખે છે, તે માનવોનો નાશ કરે તેવી શક્યતા નથી કારણ કે આપણે બ્રહ્માંડનો એક રસપ્રદ ભાગ છીએ."
મસ્કે OpenAIની ટીકા કરી
સંબંધિત નોંધ પર, મસ્ક ઘણી વખત વિવિધ કારણોસર ChatGPT અને તેની પેરેન્ટ કંપની OpenAIની ટીકા કરે છે. તેણે ઓપનએઆઈને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે માઇક્રોસોફ્ટે તેને નફો કરતી મશીનમાં ફેરવી દીધું છે જ્યારે કંપનીએ આવું ક્યારેય નહોતું કરવું જોઈતું. તેણે ઓપનએઆઈના નફાકારક કંપનીમાં ફેરવવાના નિર્ણયને પણ ગણાવ્યો હતો અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે શું તે 'કાનૂની' છે.
ઉલ્લેખનીય છે કે 2015માં ઓપનએઆઈની સ્થાપના થઈ ત્યારે મસ્ક હકીકતમાં તેના સ્થાપકોમાંના એક હતા. જો કે, તેણે 2018માં કંપની છોડી દીધી હતી અને તેમાં પોતાનો તમામ હિસ્સો પણ છોડી દીધો હતો.