ટ્રુ ગ્રીન બાયો એનર્જીએ બીજા ત્રિમાસિકગાળામાં રૂપિયા 18.02 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, EBITDA રૂપિયા 31.11 કરોડ

ચિરિપાલ ગ્રૂપની કંપની ટ્રુ ગ્રીન બાયો એનર્જી લિમિટેડ (TGBEL)એ નાણાકીય વર્ષ 2026-2027ના બીજા ત્રિમાસિકગાળામાં રૂપિયા 18.02 કરોડનો ચોખ્ખો નફો અને રૂપિયા 31.11 કરોડની EBITDA નોંધાવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 05 Nov 2026 09:44 AM (IST)Updated: Thu, 05 Nov 2026 09:44 AM (IST)
true-green-bio-energy-reports-net-profit-rise-in-q2-ebitda-also-up

Q2 Results:ચિરિપાલ ગ્રૂપની કંપની ટ્રુ ગ્રીન બાયો એનર્જી લિમિટેડ (TGBEL)એ નાણાકીય વર્ષ 2026-2027ના બીજા ત્રિમાસિકગાળામાં રૂપિયા 18.02 કરોડનો ચોખ્ખો નફો અને રૂપિયા 31.11 કરોડની EBITDA નોંધાવી છે. કંપનીએ આ ત્રિમાસિકગાળા દરમિયાન રૂ. 234.55 કરોડની ચોખ્ખી આવક નોંધાવી હતી.

હાલમાં TGBEL અમદાવાદના ચાંગોદર ખાતે અનાજમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરનારો પ્લાન્ટ ધરાવે છે. ઓક્ટોબર 2025માં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરનારા આ પ્લાન્ટની કુલ ઉત્પાદનક્ષમતા પ્રતિદિન 300 કિલોલીટર પ્રતિ દિવસ (KLPD) છે. હાલમાં આ પ્લાન્ટ તેની કુલ ઉત્પાદનક્ષમતાના 85થી 90 ટકાથી વધુ ક્ષમતા સાથે કાર્યરત છે. અહીં કણકી અને મકાઈ સહિતના બગડેલા તથા નકામા અનાજનો ઉપયોગ કરીને ઇંધણ માટેના ગ્રેડનું ઇથેનોલ અને ડિસ્ટિલર્સ ડ્રાઇડ ગ્રેન્સ વિથ સોલ્યુબલ્સ (DDGS) જેવી આડપેદાશોનું ઉત્પાદન કરવામાં આવે છે.

TGBEL અંદાજે રૂ. 145 કરોડના રોકાણ સાથે વધુ 150 KLPD ઉત્પાદનક્ષમતા ઉમેરવાની યોજના ધરાવે છે. આ વિસ્તરણ માટેનો પ્રોજેક્ટ પ્રસ્તાવ મંજૂરી અને વિચારણા માટે કંપનીના વર્તમાન ધિરાણકર્તાઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. વિસ્તરણ માટેનો આ પ્રસ્તાવ કંપનીની ઇથેનોલનું ઉત્પાદન કરવાની ક્ષમતા વધારવાની યોજનાનો એક હિસ્સો છે.

કંપનીની કામગીરી અને વિસ્તરણની યોજનાઓ અંગે ટિપ્પણી કરતાં ટ્રુ ગ્રીન બાયો એનર્જી લિમિટેડના ચેરમેન અને ડિરેક્ટર, જ્યોતિપ્રસાદ ચિરીપાલ, ,જણાવ્યું હતું કે ‘ચાંગોદર ખાતે આવેલી અમારી ઉત્પાદન સુવિધામાં વ્યાવસાયિક ઉત્પાદનની શરૂઆત એ ઇથેનોલના ઉત્પાદનના વ્યવસાયમાં પ્રવેશ કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

હાલમાં આ પ્લાન્ટ તેની કુલ ઉત્પાદનક્ષમતાના 85થી 90 ટકાથી વધુ ક્ષમતા સાથે કાર્યરત છે અને અમે ઉત્પાદન વધારવા તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પૂરતો પુરવઠો પાડવા પર ધ્યાન આપી રહ્યા છીએ. અમે 150 KLPDના બ્રાઉનફીલ્ડ વિસ્તરણ માટેનો પ્રસ્તાવ પણ અમારા વર્તમાન ધિરાણકર્તાઓ સમક્ષ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવિત રોકાણ દ્વારા અમારો ઉદ્દેશ વધારાની ઉત્પાદનક્ષમતા ઊભી કરવાનો અને ઇથેનોલ ક્ષેત્રમાં અમારી સ્થિતિ વધુ મજબૂત બનાવવાનો છે.