Gold-Silver Price Today: આ સપ્તાહે યુએસ અર્થતંત્રના મહત્વના આંકડા જાહેર થનાર છે તેની ફેડરલ રિઝર્વની ભવિષ્યની પોલિસી પર અસર થઈ શકે છે, દરમિયાન યુએસ ડોલરના મૂલ્યમાં મામુલી ઘટાડા વચ્ચે બુલિયન માર્કેટમાં આજે ઘટાડાનો માહોલ જોવા મળતો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ 0.1 ટકા જેટલા મામુલી ઘટીને ઔંસ દીઠ 1,925.54 ડોલર રહ્યા હતા. જોકે ઘરઆંગણા
જ્યારે રાષ્ટ્રીય રાજધાની ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 40 ગગડી રૂપિયા 54,840 રહ્યો હતો. જ્યારે ચાંદીના કીલો દીઠ ભાવ રૂપિયા 85 ઘટી રૂપિયા 68,980 પર બંધ રહ્યો હતો.
અમદાવાદ ખાતે સોનાનો ભાવ(પ્રતિ10 ગ્રામ)
તારીખ | 24 કેરેટ સોનું(10 ગ્રામ) | 22 કેરેટ સોનું(10 ગ્રામ) |
23 જાન્યુઆરી | 58,700 | 58,500 |
21 જાન્યુઆરી | 58,500 | 58,300 |
20 જાન્યુઆરી | 58,700 | 58,500 |
19 જાન્યુઆરી | 58,300 | 58,100 |
18 જાન્યુઆરી | 58,500 | 58,300 |
17 જાન્યુઆરી | 58,300 | 58,100 |
ચાંદીનો ભાવ
ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો શનિવારની સરખામણીએ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 69,000 હતો. જે ઘટીને આજે 23 જાન્યુઆરીએ પ્રતિ કિલો રૂ. 68,500 થયો છે.
અમદાવાદ ખાતે ચાંદીનો ભાવ
તારીખ | ચાંદીનો ભાવ(પ્રતિ કિલો) |
22 જાન્યુઆરી | 68,500 |
21 જાન્યુઆરી | 69,000 |
20 જાન્યુઆરી | 68,500 |
19 જાન્યુઆરી | 68,000 |
18 જાન્યુઆરી | 69,000 |
17 જાન્યુઆરી | 69,000 |
શું રહ્યો એમસીએક્સ સોનાનો ટ્રેન્ડ
એમસીએક્સ(MCX) સ્પોટ ગોલ્ડના ભાવની વાત કરવામાં આવે તો 10 ગ્રામ સોનાના ભાવમાં 0.07 ટકાના ઘટાડા સાથે રૂપિયા 56,621 જ્યારે ચાંદી 1.69 ટકા ઘટી રૂપિયા 67,390 રહી હતી.
એમસીએક્સ સ્પોટ ગોલ્ડનો ભાવ
તારીખ | એમસીએક્સ સ્પોટ ગોલ્ડનો ભાવ(10 ગ્રામ) |
22 જાન્યુઆરી | 56,621 |
21 જાન્યુઆરી | 56,674 |
20 જાન્યુઆરી | 56,770 |
19 જાન્યુઆરી | 56,424 |
18 જાન્યુઆરી | 56,503 |
17 જાન્યુઆરી | 56,510 |