બિઝનેસ ડેસ્ક, ફોર્બ્સની ટોપ 100 ધનિક ભારતીયોની યાદી: ફોર્બ્સ 2022 દ્વારા ભારતના 100 સૌથી અમીર લોકોની યાદી (India's 100 Richest People List) જાહેર કરી છે. આ સૂચી મુજબ ભારતના 100 સૌથી અમીર લોકોની સંયુક્ત સંપત્તિ 25 અબજ ડોલર વધીને 800 અબજ ડોલર થઈ ગઈ છે. આ યાદીમાં ગૌતમ અદાણી ટોપ પર યથાવત છે જે બાદ બીજા નંબરે મુકેશ અંબાણી આવે છે. ભારતના સૌથી અમીર વ્યક્તિ અદાણીની કુલ સંપત્તિ 150 અબજ ડોલર છે, જ્યારે સૌથી અમીર મહિલાની કુલ સંપત્તિ 16.4 અબજ ડોલર છે. આ લિસ્માં 9 મહિલાઓ છે. આ લિસ્ટમાં સામેલ હોવાને કારણે કટઓફ 1.9 અબજ ડોલર છે.
અબજપતિ ઉદ્યોગપતિની સંપત્તિમાં વધારો એવા સમયે થયો છે, જ્યારે ડોલરની તુલનાએ રુપિયામાં રકાશ જોવા મળ્યો છે. તો દેશના સૌથી અમીર લોકોની કુલ સંપત્તિમાં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની ભાગીદારી લગભગ 30 ટકા છે.
ગૌતમ અદાણીઃ ફોર્બ્સ 2022ની યાદીમાં સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી પ્રથમ નંબરે છે. અદાણી ગ્રૂપના ચેરમેનને કુલ સંપત્તિ 1,211,460.11 કરોડ રૂપિયા છે એટલે કે $150 બિલિયન ડોલર છે. તેમણે 2021માં પોતાની સંપત્તિ ત્રણ ગણી કરી લીધી છે અને 2022માં પહેલી વખત ભારતના સૌથી અમીર વ્યક્તિ બન્યા.
મુકેશ અંબાણીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, O2C, દૂરસંચાર અને નવા ઉર્જા ગ્રૂપના અધ્યક્ષની કુલ સંપત્તિ 710,723.26 કરોડ એટલે કે 88 બિલિયન ડોલર છે. 2013 પછી પહેલી વખત તેમનો રેન્ક ઘટીને 2 નંબર પર આવી ગયા છે.
રાધાકિશન દામાણીઃ સુપરમાર્કેટ DMart ચેનના માલિક ફોર્બ્સની આ યાદીમાં ત્રીજા નંબરે છે. તેમની પાસે 27.60 ડોલર એટલે કે 222,908.66 કરોડ રૂપિયાની સંપત્તિ છે. દામાણીએ 2002માં એક સ્ટોર સાથે રિટેલ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. હાલ બે દશકામાં તેમના ભારતમાં 271 ડીમાર્ટ સ્ટોર છે.
સાયરસ પૂનાવાલાઃ દુનિયાની સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન સાયરસ પૂનાવાલાની કુલ સંપત્તિ 173,642.62 કરોડ રૂપિયા છે. ફોર્બ્સની યાદીમાં ચોથા નંબરે આવેલા સાયરસ પૂનાવાલની 21.50 બિલિયન ડોલર છે. પૂનાવાલાની સંપત્તિમાં સ્ટડ ફાર્મ પણ સામેલ છે.
શિવ નાદરઃ HCL ટેક્નોલોજીના ચેરમેનની કુલ સંપત્તિ 172,834.97 કરોડ એટલે કે 21.4 બિલિયન ડોલર છે. તેઓ ભારતીય IT ક્ષેત્રના ટોપ બિઝનેસમેનમાંથી એક છે અને તેમને આ વર્ષે 662 મિલિયન ડોલરનું દાન પણ કર્યું છે, જેના કારણે તેમની કુલ સંપત્તિમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. જો કે ટોચના 10 કુબેરપતિઓની યાદીમાં શિવ નાદરે પોતાનું સ્થાન યથાવત રાખ્યું છે.
સાવિત્રી જિંદાલઃ ઓપી જિંદાલ ગ્રૂપના ચેરપર્સન એમેરિટ્સ એકમાત્ર મહિલા અબજપતિ અને ફોર્બ્સની ટોપ-10 યાદીમાં એક સક્રિય રાજનીતિજ્ઞ છે. તેમની કુલ સંપત્તિ 132,452.97 કરોડ રૂપિયા એટલે કે 16.4 બિલિયન ડોલર છે.
દિલીપ સંઘવીઃ સન ફાર્માસ્યુટિકલ્સના સંસ્થાપકની કુલ સંપત્તિ 125,184.21 કરોડ રૂપિયા એટલે કે 15.5 બિલિયન ડોલર છે.
હિન્દુજા બ્રધર્સઃ હિન્દુજા ગ્રૂપની શરૂઆત પરમાનંદ દીપચંદ હિન્દુજાએ 1914માં કરી હતી.આજે ચાર ભાઈ-બહેન જેમાં શ્રીચંદ, ગોપીચંદ, પ્રકાશ અને અશોક બહુરાષ્ટ્રીય કંપનીને નિયંત્રિત કરે છે અને તેમની કુલ સંપત્તિ 122,761.29 કરોડ રૂપિયા એટલે કે 15.2 બિલિયન ડોલર છે.
કુમાર બિરલાઃ કપડા-સીમેન્ટ ગ્રૂપના અધ્યક્ષ આદિત્ય બિરલા ગ્રૂપની કુલ સંપત્તિ 121,146.01 કરોડ રૂપિયા એટલે કે 15 બિલિયન ડોલર છે.
બજાજ પરિવારઃ બજાજ ગ્રૂપ પરિવાર પાસે 40 કંપનીઓનું નેટવર્ક છે. 96 વર્ષ જૂનાં ફેમિલી બિઝનેસનું નેતૃત્વ હાલ આ પરિવારના લોકો કરે છે. બજાજની સ્થાપના જમનલાલ બજાજે 1926માં મુંબઈમાં કરી હતી. બજાજ ગ્રૂપ આ યાદીમાં 117,915.45 કરોડ રૂપિયા એટલે કે 14.6 બિલિયન ડોલરની સાથે આ યાદીમાં 10માં નંબરે છે. પરિવારની મુખ્ય કંપનીમાં બજાજ ઓટો દુનિયાની ચોથી સૌથી મોટી ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર બનાવતી કંપની છે.
ફોર્બ્સની યાદી મુજબ આ વર્ષે 9 નવા ચહેરાઓ છે, જેમાં IPOથી ત્રણ સામેલ છે. જેમાંથી એક છે ફાલ્ગુની નાયર, એક પૂર્વ બેંકર જેમણે પોતાની સૌદર્ય અને ફેશન રિટેલર નાયકાથી ઓળખ મેળવી અમીર વ્યક્તિઓની યાદીમાં 44માં સ્થાને છે. જેઓ ભારતની સૌથી અમીર મહિલા બની ગયા છે.
