Dividend beats FD & PPF: શેરબજારમાં અનેક એવી પણ કંપનીઓ છે કે જેમના દ્વારા આપવામાં આવતું ડિવિડન્ડ જોખમ-મુક્ત રોકાણના વિકલ્પો જેવા કે એમ્પ્લોઈઝ પ્રોવિડેન્ટ ફંડ (PPF), પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) અથવા બેન્ક ફિક્સ્ડ ડિપોઝીટ્સ (FD)ની તુલનામાં ખૂબ જ સારું વળતર આપ્યું છે.
અહીં એવી પાંચ કંપનીના શેરની અમે માહિતી આપી રહ્યા છીએ કે જેમણે નાણાકીય વર્ષ 2023માં ઓછામાં ઓછા 29 ટકા ડિવિડન્ડની ચુકવણી કરી છે-
વેદાંતા (Vedanta) :વેદાંતા 23 જુલાઈ,2001થી 39 ડિવિડન્ડ જાહેર કરતી રહી છે. છેલ્લા 12 મહિનામાં વેદાંતાએ શેરદીઠ રૂપિયા 81 રકમનું ઈક્વિટી ડિવિડન્ડ જાહેર કર્યું છે. વર્તમાન સમયમાં શેરની કિંમત રૂપિયા 274.45 છે, આ ગણતરી પ્રમાણે ડિવિડન્ડની ઉપર 29.51 ટકા થાય છે.
હિન્દુસ્તાન ઝીંક (Hindustan Zinc): હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ 28 જૂન,2001થી 39 ડિવિડન્ડ જાહેર કરતી રહી છે.છેલ્લા 12 મહિનામાં હિન્દુસ્તાન ઝીંક લિમિટેડે શેરદીઠ રૂપિયા 75.50 ઈક્વિટી ડિવિડન્ડની જાહેરાત કરેલી છે. વર્તમાન સમયમાં કંપનીના શેરની કિંમત રૂપિયા 293.35 છે, એટલે કે શેર દીઠ કંપનીએ 25.74 ટકા ડિવિડન્ડ ઉપજ ધરાવે છે.
કોલ ઈન્ડિયા (Coal India): કોલ ઈન્ડિયા લિમિટેડે 18 ફેબ્રુઆરી,2011થી 25 ડિવિડન્ડ જાહેર કર્યાં છે. છેલ્લા 12 મહિનાની વાત કરવામાં આવે તો કોલ ઈન્ડિયાએ શેરદીઠ રૂપિયા 23.25 ઈક્વિટી ડિવિડન્ડની રકમ જાહેર કરી છે. વર્તમાન સમયમાં શેરની કિંમત રૂપિયા 213.65 છે, તે ગણતરી પ્રમાણે શેરદીઠ ડિવિડન્ડની ઉપર 10.88 ટકા છે.
REC લિમિટેડઃ REC લિમિટેડે 8 સપ્ટેમ્બર,2008થી 32 ડિવિડન્ડ જાહેર કર્યાં છે. છેલ્લા 12 મહિનાં REC લિમિટેડે શેરદીઠ ઈક્વિટી ડિવિડન્ડ રૂપિયા 13.05 જાહેર કર્યું હતું. વર્તમાન સમયમાં કંપનીના શેરની કિંમત રૂપિયા 115.45 છે્, જે પ્રમાણે ગણતરી કરવામાં આવે છે તો 11.30 ટકા ડિવિડન્ડની ઉપજ થાય છે. બોનસ/શેરવિભાજનને એડજસ્ટ કરતા ડિવિડન્ડની ઉપજ 10.26 ટકા થાય છે.
ONGC: ઓઈલ એન્ડ નેચર ગેસ કોર્પોરેશન લિમિટેડે 29મી ઓગસ્ટ,20000થી 54 ડિવિડન્ડ જાહેર કર્યાં છે. છેલ્લા 12 મહિનામાં ONGC એ શેરદીઠ રૂપયા 14 ડિવિડન્ડ જાહેર કરેલું છે.
વર્તમાન સમયમાં શેરની કિંમત રૂપિયા 151.05 છે, આ ગણતરી પ્રમાણે જોઈએ તો ડિવિડન્ડની ઉપજ 9.27 ટકા થાય છે.