Gold-Silver Price, 02 February Thursday: વર્ષ 2023-24 માટે રજૂ કરવામાં આવેલા બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી (Customs duty) વધારવામાં આવતા અને આંતરરાષ્ટ્રીય બજાર (International market)માંથી મળેલા તેજીના સંકેતો વચ્ચે બુલિયન માર્કેટ (Bullion market)માં તેજીમય માહોલ જોવા મળ્યો હતો. રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ દીઠ સોનાના ભાવ રૂપિયા 58,680 થયા છે, જ્યારે ચાંદી કિલ્લો દીઠ રૂપિયા 1,491 રૂપિયાની તેજી સાથે રૂપિયા 71,666 થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ ઔંસ દીઠ 1,923 ડોલર થઈ ગયા છે. જ્યારે ચાંદીના ભાવ ઔંસ દીઠ 23.27 ડોલર ક્વોટ થયા છે. બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુરોપની મધ્ય બેંકો (European Central Banks) તથા બેંક ઓફ ઈંગ્લેડ (Bank of England)ના નીતિ વિષયક પગલા પર સોના-ચાંદીના ભાવ પર અસર જોવા મળશે.
સ્થાનિક બજારમાં શું સ્થિતિ
અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનાના ભાવમાં ઈતિહાસ સર્જાયો છે અને સોનાના 10 ગ્રામ દીઠ ભાવ પ્રથમ વખત રૂપિયા 60,000ને પાર થઈ ગયા છે. સોનું (99.9) 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 1,000 વધી રૂપિયા 60 હજારની સપાટી કુદાવી રૂપિયા 60,500 બોલાયા હતા. જ્યારે સોનું (99.5) રૂપિયા 59,300થી એક હજાર વધી રૂપિયા 60,300 થઈ ગયા હતા. આ ઉપરાંત ચાંદી કિલોના ભાવ રૂપિયા 69,500થી બે હજાર વધી રૂપિયા 71,500ને પાર થઈ ગયા છે.
અમદાવાદ ખાતે સોનાનો ભાવ(પ્રતિ 10 ગ્રામ)
તારીખ | 24 કેરેટ સોનું(10 ગ્રામ) | 22 કેરેટ સોનું(10 ગ્રામ) |
02 ફેબ્રુઆરી | 60,500 | 60,300 |
01 ફેબ્રુઆરી | 59,500 | 59,300 |
31 જાન્યુઆરી | 58,600 | 58,400 |
30 જાન્યુઆરી | 58,800 | 58,600 |
28 જાન્યુઆરી | 58,900 | 58,700 |
27 જાન્યુઆરી | 58,800 | 58,600 |
26 જાન્યુઆરી | 59,100 | 58,900 |
25 જાન્યુઆરી | 58,900 | 58,700 |
24 જાન્યુઆરી | 58,800 | 58,600 |
23 જાન્યુઆરી | 58,700 | 58,500 |
21 જાન્યુઆરી | 58,500 | 58,300 |
20 જાન્યુઆરી | 58,700 | 58,500 |
19 જાન્યુઆરી | 58,300 | 58,100 |
18 જાન્યુઆરી | 58,500 | 58,300 |
17 જાન્યુઆરી | 58,300 | 58,100 |
ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂપિયા 69,500થી વધીને રૂપિયા 71,500 પર સ્થિર રહ્યા હતા.
અમદાવાદ ખાતે ચાંદીનો ભાવ
તારીખ | ચાંદીનો ભાવ(પ્રતિ કિલો) |
02 ફેબ્રુઆરી | 71,500 |
01 ફેબ્રુઆરી | 69,500 |
31 જાન્યુઆરી | 67,500 |
30 જાન્યુઆરી | 69,000 |
28 જાન્યુઆરી | 69,000 |
27 જાન્યુઆરી | 69,000 |
26 જાન્યુઆરી | 69,000 |
25 જાન્યુઆરી | 69,000 |
24 જાન્યુઆરી | 69,000 |
23 જાન્યુઆરી | 68,500 |
21 જાન્યુઆરી | 69,000 |
20 જાન્યુઆરી | 68,500 |
19 જાન્યુઆરી | 68,000 |
18 જાન્યુઆરી | 69,000 |
17 જાન્યુઆરી | 69,000 |
શું રહ્યો એમસીએક્સ સોનાનો ટ્રેન્ડ
તારીખ | એમસીએક્સ સ્પોટ ગોલ્ડનો ભાવ(10 ગ્રામ) |
02 ફેબ્રુઆરી | 58,799 |
01 ફેબ્રુઆરી | 58,060 |
31 જાન્યુઆરી | 56,984 |
28 જાન્યુઆરી | 56875 |
27 જાન્યુઆરી | 56833 |
26 જાન્યુઆરી | 57,005 |
25 જાન્યુઆરી | 56,743 |
24 જાન્યુઆરી | 57,026 |
23 જાન્યુઆરી | 56,621 |
21 જાન્યુઆરી | 56,674 |
20 જાન્યુઆરી | 56,770 |
19 જાન્યુઆરી | 56,424 |
18 જાન્યુઆરી | 56,503 |
17 જાન્યુઆરી | 56,510 |