PM Kisan 24th Installment:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર આ સપ્તાહ 30 ઓક્ટબર 2026ના રોજ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000-2,000 ટ્રાન્સફર કરી શકે છે. આ વખતે 9.34 કરોડથી વધારે ખેડૂત પરિવારોને કૂલ 18,680 કરોડથી વધારે આર્થિક સહાયતા મળી જશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વીડિયો સંદેશ જારી કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિસાન સન્માન નિધિની રકમ સીધા ખેડૂતોના ખાતામાં મોકલશે. આ સાથે જ ખેડૂતોની દિવાળીની શુભેચ્છા પણ આપતા કહ્યું કે ખેડૂત કલ્યાણ, સમૃદ્ધિ અને સન્માન સરકારનો સંકલ્પ છે.
શું છે માહિતી?
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો 30 ઓક્ટોબર 2026ના રોજ પાડવામાં આવશે. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બનાસકાંઠાથી હપ્તો ટ્રાન્સફર કરશે. આ અંતર્ગત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા પાત્ર ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. અગાઉ યોજનાનો 23મો હપ્તો 20 જૂન, 2026ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. તે સમયે, 9.44 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹18,880 કરોડથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે PM કિસાન યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક ₹6,000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ એકસાથે નહીં પણ ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં ₹2,000 ટ્રાન્સફર કરવામાં આવે છે.
