Airtel Recharge Plan: એરટેલનો પૈસા વસૂલ પ્લાન, ડેઈલી 1.5GB ડેટા એક્સેસ સાથે 3 મહિના સુધી રિચાર્જની માથાકૂટમાંથી મુક્તિ

જો તમને 859 રૂપિયા વધારે લાગતા હોય તો એરટેલ દ્વારા 799 રૂપિયાનો પ્લાન પણ ઑફર કરવામાં આવે છે. આ સિવાય બે મહિના માટે 619 રૂપિયાનો પ્લાન પણ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 17 Jan 2026 04:13 PM (IST)Updated: Sat, 17 Jan 2026 04:14 PM (IST)
tech-news-airtel-best-recharge-plan-rs-859-daily-1-5-gb-data-access-and-unlimited-calling
HIGHLIGHTS
  • 859 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી સાથે એરટેલનો બેસ્ટ પ્લાન
  • યુઝર્સને સ્પામ પ્રોટેક્શન અને હેલ્લો ટ્યૂન્સનો પણ લાભ મળશે

Airtel Recharge Plan: એરટેલ દ્વારા નવા વર્ષમાં પણ પોતાના ગ્રાહકો માટે અનેક પ્લાન્સ ઑફર કરવામાં આવી રહ્યા છે. આ પ્લાન અલગ-અલગ ગ્રાહકોની જરૂરિયાને ધ્યાનમાં રાખીને ઑફર કરવામાં આવે છે. આજે અમે આપને કંપનીના 1.5 GB ડેઈલી ડેટા સાથે આવતા એક પૈસા વસૂલ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. 84 દિવસની વેલિડિટી એટલે કે લગભગ દર મહિને 28 દિવસના હિસાબે લગભગ 3 મહિના સુધી રિચાર્જની ઝંઝટમાંથી છૂટકારો. આજ કારણોસર આ પ્લાનને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Airtelનો 859 રૂપિયાનો બેસ્ટ પ્લાન
એરટેલ પોતાના ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી સાથે 859 રૂપિયાનો પ્લાન ઑફર કરે છે. જેમાં ગ્રાહકોને ડેઈલી દોઢ જીબી ડેટા એક્સેસ કરવા મળે છે. આ સાથે જ ગ્રાહકોને અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલ્સ આપવામાં આવે છે.

આ સિવાય ગ્રાહકોને દરરોજ 100 ફ્રી SMS પણ આ પ્લાનમાં આપવામાં આવે છે. આ ઉપરાંત સ્પામ પ્રોટેક્શન અને ફ્રી હેલોટ્યૂન્સ પણ આ પ્લાનનો જ ભાગ છે.

એરટેલનો 799 રૂપિયાનો પ્લાન
જો તમને 859 રૂપિયા વધારે લાગતા હોય અને એનાથી સસ્તો લાંબા ગાળાનો પ્લાન લેવાનું વિચારી રહ્યા હોવ, તો કંપની 799 રૂપિયાનો પ્લાન પણ ઑફર કરે છે. જેમાં દરરોજ 1.5 GB ડેઈલી ડેટા, અનલિમિટેડ કૉલિંગ, રોમિંગ ફ્રી, એસએમએસ સહિત તમામ સુવિધા 859ના પ્લાન પ્રમાણે જ મળશે. જો કે આ પ્લાનમાં વેલિડિટી ઘટીને 84 દિવસની જગ્યાએ 77 દિવસની રહેશે.

એરટેલનો બે મહિના માટેનો બેસ્ટ પ્લાન
હવે જો તમે 60 દિવસ એટલે કે 2 મહિનાનો પ્લાન લેવાનું વિચારી રહ્યા હોવ, તો 619 રૂપિયાનો પ્લાન પણ સારો રહેશે. જેમાં પણ દરરોદ 1.5 GB ડેઈલી ડેટા આપવામાં આવે છે. આ સાથે જ અનલિમિટેડ કૉલિંગ, દરરોજ 100 SMS પણ મળશે. આ ઉપરાંત સ્પામ પ્રોટેક્શન અને ફ્રી હેલો ટ્યૂન્સ સિવાય Airtel Xstream Play પણ આપવામાં આવે છે.