Mass Layoffs 2025:વર્ષ 2025માં ટેક કંપનીઓમાં છટણીનું જાણે ઘોડાપૂર આવ્યું છે. Layoffs.fyiની આંકડાકીય માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 218 કંપનીએ આશરે 1,00,000થી વધારે કર્મચારીઓને કાઢી મુક્યાં છે. સિલિકોન વેલીથી લઈ બેંગ્લુરુ સુધી જાયન્ટ ટેક કંપનીઓ હવે પોતાની પ્રાથમિકતા આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI, ક્લાઉડ સર્વિસિસ તથા પ્રોફિટેબિલિટ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
સૌથી મોટી છટણી Intelમાં થઈ છે, તેણે 24 હજારથી વધારે કર્મચારીઓની નોકરી પર કાતર ફેરવી છે, આ સંખ્યા તેના ગ્લોબલ વર્કફોસ્ટના આશરે 22 ટકા છે. કંપનીએ આ છટણી ખાસ કરીને અમેરિકા, જર્મની, કોસ્ટા રિકા તથા પોલેન્ડના સેન્ટર્સ ખાતે કરી છે. કંપનીએ પોતાની સ્પર્ધક Nvidia અને AMD કંપનીઓથી વધુ પાછળ રહેવાને લીધે રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે આ પગલું ભર્યું છે.
Amazon સહિત આ દિગ્ગજ કંપનીઓમાં મોટાપાયે છટણી
આ ઉપરાંત Amazonએ પણ પોતાના અનેક ડિપાર્ટમેન્ટ ઓપરેશન્સ, HR અને ક્લાઉડ યુનિટ્સમાંથી આશરે 14000 કર્મચારીઓને નોકરીમાંથી બહાર કાઢ્યાં છે. CEO એન્ડી જેસીએ તેને વિશ્વની સૌથી વિશાળ સ્ટાર્ટઅપની માફક અમેઝોન ચલાવવાની રણનીતિ તરીકે ગણાવી છે, જેથી કંપની પોતાના AI રોકાણો પર વધારે પ્રમાણમાં ધ્યાન કેન્દ્રીત કરી શકે. Microsoftએ આ વર્ષે આશરે 9000 કર્મચારીની છટણી કરી છે. મુખ્યત્વે પોતાના પ્રોડક્ટ્સ અને સોફ્ટવેર ડિવિઝનમાં આ કઠોર પગલું ભર્યું છે, જેથી AI અને ક્લાઉડ ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
Google અને Metaએ ખર્ચને શ્રેષ્ઠ બનાવવા અને સમાન ભૂમિકાને એકીકૃત કરવા માટે તેમની એન્ડ્રોઇડ,હાર્ડવેર અનેAI ટીમમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડી દીધી છે. કંપની ઝડપથી AI-બેઝ ક્લાઉડ પ્લેટફોર્મ પર સંક્રમણ કરી રહી હોવાથી Oracle તેની US ઓફિસોમાં સેંકડો નોકરીઓ ખતમ કરી છે.
ભારતીય IT કંપનીઓને પણ અસર થઈ (Indian IT companies were also affected)
ભારતની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS)એ જુલાઈ-સપ્ટેમ્બર 2025ના ત્રિમાસિક ગાળામાં આશરે 20,000 નોકરીમાં ઘટાડો કર્યો છે, જે તેના ઇતિહાસમાં સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો છે. કંપનીએ AI-આગેવાની હેઠળના રિસ્ટ્રક્ચરિંગ અને સ્કીલ ગેપને કારણો તરીકે ગણાવ્યા છે. વર્ષ 2022 પછી વર્કફોર્સમાં TCS દ્વારા આ પ્રથમ મોટો ઘટાડો છે.
ઓટોમેશનને કારણે મિડ-લેવલ હોદ્દા પર માનવશક્તિની જરૂરિયાત ઘટી રહી હોવાથી અન્ય ભારતીય IT કંપનીઓ પણ નવી ભરતીઓમાં સાવધાની રાખી રહી છે.
ટેકનોલોજીની બહાર પણ છટણીઓ વધી રહી છે (Layoffs are also increasing outside of technology)
આ છટણીઓ ફક્ત ટેકનોલોજી ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી. UPS તેના ઇતિહાસમાં સૌથી મોટો કર્મચારીઓનો ઘટાડો કરી રહ્યું છે, જેમાં 48,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. ફોર્ડ તેના ઇલેક્ટ્રિક વાહન વિભાગને સુધારવા માટે 8,000 થી 13,000 નોકરીઓ કાપી રહ્યું છે. PwC એ AI ટેકનોલોજી અપનાવવાને કારણે તેના ટેક્સ અને ઓડિટ વિભાગોમાં 5,600 જગ્યા ઘટાડવામાં આવી છે.
મીડિયા કંપની Paramount Globalએ પણ સ્ટ્રીમિંગ ખોટ અને જાહેરાતની આવકમાં સતત ઘટાડો થતાં 2,000 કર્મચારીઓને છૂટા કર્યા છે.
