તારિલે રૂપિયા 1250 કરોડના રોકાણથી દેશના પાવર ઇન્ફ્રાને વેગ આપવાની કરી જાહેરાત, એક હજારથી વધુ રોજગારી સર્જન કરશે

દેશની વધતી જતી, વીજ માંગ, રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન તથા ટ્રાન્સમિશન નેટવર્કના અધુનિકીકરણને પહોંચી વળવા માટે વિશ્વના સૌથી મોટા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ તરીકે ભારત હવે આગળ વધી રહ્યું છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 27 Oct 2026 09:19 AM (IST)Updated: Tue, 27 Oct 2026 09:19 AM (IST)
taril-will-boost-the-countrys-power-infrastructure-by-investing-rs-1250-crore-in-greenfield-manufacturing-plants

Infra Investment:ગુજરાતના ચિયાડા ખાતે નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાથે, મહત્વપૂર્ણ ટ્રાન્સફોર્મર સાધનોને લોકલાઈઝ કરશે અને વિકસિત ભારત 2047 તરફના ભારતના પ્રવાસને ટેકો આપશે.

દેશની વધતી જતી, વીજ માંગ, રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન તથા ટ્રાન્સમિશન નેટવર્કના અધુનિકીકરણને પહોંચી વળવા માટે વિશ્વના સૌથી મોટા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ તરીકે ભારત હવે આગળ વધી રહ્યું છે, ત્યારે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર (ઇન્ડિયા) લિમિટેડ (તારિલ) આજે ગુજરાતમાં ચિયાડા ખાતેના મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સમાં ત્રણ ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ થાપિત કરવા માટે રૂ.1,250 કરોડના રોકાણની જાહેરાત કરે છે. નવી ઉત્પાદન ફેસિલિટી બુશિંગ્સ (ઓઆઇપી, આરઆઈપી અને આરઆઇએફ 800 કેવી સુધી), પ્રેસબોર્ડ અને ઇન્સ્યુલેશન મટિરિયલ્સ અને કન્ટીન્યુઅસલી ટ્રાન્સપોઝ્ડ કંડક્ટર્સ (સીટીસ)નું ઉત્પાદન કરશે, હાઇ-વોલ્ટેજ ટ્રાન્સફોર્મરના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ સાધનો છે અને ભારતના પાવર ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે જરૂરી છે.

ભારત હવે ઇન્ટીગ્રેટ રિન્યુએબલ એનર્જી, આંતરરાજ્ય વીજ જોડાણને મજબૂત કરવા અને વધતી જતી વીજળીની માંગને પહોંચી વળવા માટે તેના ટ્રાન્સમિશન નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યું છે, ત્યારે વિશ્વસનીય અને સમયસર પ્રોજેક્ટ અમલીકરણને વધુ મજબૂત કરવા માટે જરૂરી એવા ટ્રાન્સફોર્મર સાધનોની ઉપલબ્ધતા વધુને વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.

આ રોકાણ વધુ જરૂરી એટલા માટે છે કેમકે તે, આત્મનિર્ભર સ્થાનિક વીજ સાધનોના ઇકોસિસ્ટમ બનાવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ જરૂરી સાધનોના ઉત્પાદન સ્થાનીક રીતે કરીને તારિલનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સપ્લાય ચેઇન સ્થિતિને મજબૂત બનાવવાનો અને ભારતના ઝડપથી વિસ્તરતા ટ્રાન્સમિશન અને વિતરણ નેટવર્ક માટે જરૂરી મહત્વપૂર્ણ ઉપકરણોની ઉપલબ્ધતામાં સુધારો કરવાનો છે.

ત્રણ પ્લાન્ટ્સ એ તારિલની સંપૂર્ણ માલિકીની એકિકૃત એવી સહાયક પેટા કંપની હેઠળ રાખવામાં આવશે, જે ઉત્પાદનની ગુણવત્તા, ટેકનોલોજી, પ્રાપ્તિ અને લાંબાગાળાની વ્યૂહાત્મક દિશા પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખશે. આ સુવિધાનું બાંધકામ ડિસેમ્બર 2025થી શરૂ થઈ ગયું છે અને નાણાકીય વર્ષ 2027-28ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેની ઉત્પાદન સુવિધા શરૂ થવાનો અંદાજ છે. એક વખત તે સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ આ સુવિધા વાર્ષિકધોરણે લગભગ રૂ. 2,000 કરોડની આવક ઉભી કરવાની ક્ષમતા ધરાવે છે, સાથોસાથ એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, ક્વોલિટી એસ્યોરન્સ અને રિસર્ચ તથા ડેવલોપમેન્ટમાં 1000થી પણ વધુ પ્રત્યક્ષ રોજગારીની તકો ઉભી થશે.

બુશિંગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એ ઓઇલ ઇમ્પ્રેગ્નેટેડ પેપર (ઓઆઇપી), રેસિન ઇમ્પ્રેગ્નેટેડ પેપર (આરઆઇપી) અને રેસિન ઇન્પ્રેગ્નેટેડ ફાઈબર (આરઆઇએફ)ના 800 કેવી સુધીના બુશિંગનું ઉત્પાદન કરશે, જે વધુ હાઈ-વોલ્ટેજ ટ્રાન્સફોર્મર્સમાં ટેકનોલોજીકલી એડવાસ્ડ સાધનોમાંના એક છે. પ્રેસબોર્ડ અને ઇન્સ્યુલેશન અને સીટીસી સુવિધાઓ સાથે મળીને, આ પ્લાન્ટ્સ તારિલના વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે અને સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ પાવર સાધનોમાં વપરાશમાં આવતા મુખ્ય ઘટકો તરીકે ઉત્પાદન કરવાની ભારતની ક્ષમતાને મજબૂત બનાવશે.

આ જાહેરાત અંગે જિતેન્દ્ર મામતોરા, ચેરમેન, ટ્રાન્સફોર્મર્સ અને રેક્ટિફાયર્સ (ઇન્ડિયા) લિમિટેડ (તારિલ) કહ્યું કે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની ભારતની મહત્વાકાંક્ષા માટે વિશ્વના સૌથી મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર એવા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમમાંથી એકની જરૂર પડશે. દરેક નવા ટ્રાન્સમિશન કોરિડોર, રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ અને ઔદ્યોગિક કોરિડોર એ વિશ્વસનીય પાવર સાધનો પર આધાર રાખે છે. અમારું રોકાણ મહત્વપૂર્ણ ટ્રાન્સફોર્મર સાધનોની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત કરીને, આયાત પર નિર્ભરતા ઘટાડી અને ભારત અને વિશ્વ માટે સ્થાનિક રીતે તૈયાર કરવામાં આવેલા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમમાં યોગદાન આપવાના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે.

આ વ્યૂહાત્મક રોકાણ વિશે સત્યેન મામતોરા, મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ (ઇન્ડિયા) લિમિટેડ (તારિલ) કહ્યું કે આ રોકાણ ફક્ત ક્ષમતાનું વિસ્તરણ જ નથી, પણ વર્ટિકલ ઇન્ટિગ્રેશન તરફ એક વ્યૂહાત્મક પગલું છે. બુશિંગ્સ, પ્રેસબોર્ડ અને ઇન્સ્યુલેશન મટિરિયલ્સ અને સીટીસીના ઇન-હાઉસ ઉત્પાદનથી ગુણવત્તા, લીડ ટાઇમ અને ઓપરેશનલ કાર્યક્ષમતા પર વધુ નિયંત્રણ મળશે, સાથોસાથ સપ્લાય ચેઇનની સ્થિતિમાં પણ સુધારો થશે. ટ્રા ભારતમાં ન્સફોર્મર્સની માંગ વધતી જતી હોવાથી, અમે એક સંકલિત ઉત્પાદન પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ, જે દેશની વિકસતી જતી પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને ટેકો આપવા સક્ષમ છે, સાથે-સાથે ગ્રાહકો, શેરધારકો અને દેશ માટે ટકાઉ લાંબાગાળાનું મૂલ્ય પણ ઉભું કરી શકે છે.