Conference: WAN-IFRAનું ડિજીટલ મીડિયા ઈન્ડિયા (DMI) સમ્મેલન તેના ફિઝીકલ સ્વરૂપમાં ફરી વખત આવી ગયું છે. આ કાર્યક્રમ 16 અને 17મી માર્ચના રોજ નવી દિલ્હીમાં યોજવામાં આવ્યો હતો. આ સમ્મેલને સાઉથ એશિયન ડિજીટલ મીડિયા એવોર્ડ 2022ની પ્રસ્તુતિને લગતી યજમાની કરી હતી.
આ કાર્યક્રમ મહદઅંશે ડિજીટલ રેવેન્યૂ અને ટેકનોલોજીના સંચાલકોની આસપાસ કેન્દ્રીત હતો. સંબંધિત લોકો લોકો વચ્ચે શીખવા તથા નેટવર્કિંગને લગતી તકોને ઉપલબ્ધ બનાવવા માટે તેમા એક સુનિશ્ચિત અને માહિતીસભર કાર્યક્રમને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. વિવિધ આધુનિક વ્યવસાય, સંપાદકિય અને ડિજીટલ બાબતોને લગતી ચર્ચાનો વ્યાપ વધારવાનો આ સમ્મેલનનો ઉદ્દેશ હતો.
બે દિવસીય સમ્મેલનની શરૂઆત લુસિયો મેસક્વિટા (સિનિયર એડવાઈઝર, ઈનોવેશન મીડિયા કન્સલ્ટિંગ ગ્રુપ, યુનાઈટેડ કિંગડમ (UK))ના અભિભાષણથી કરવામાં આવી હતી, તેમણે ''ઈનોવેશન ઈન ન્યૂઝ મીડિયા-વર્લ્ડ રિપોર્ટ-2023''ને લગતા તારણોને પણ રજૂ કર્યાં હતા.
આ પ્રસંગે વિશ્વભરના ન્યૂઝ પબ્લિશર્સ વર્તમાન ભૌગોલિક-રાજકીય પડકારો વચ્ચે નવેસરની આશાવાદ અને સ્વસ્થ ડિજીટલ સુધારા સાથે મહામારીના મુશ્કેલ સમયમાંથી બહાર આવ્યા છે. ઈનોવેશન (નવિનતા)એ તેમની સફળતા માટે એક ચાવીરૂપ સામાન્ય સૂત્ર રહ્યું છે. આ તમામ બાબતથી ઉપર જે ન્યૂઝ બ્રાન્ડ સારી કામગીરી કરી રહી છે, તે આ ક્ષેત્રમાં વધુ રોકાણ કરી રહી છે તથા આ દિશામાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મેસક્વિટાએ જણાવ્યું હતું કે જર્નાલિઝ્મ જ જર્નાલિઝમને બચાવી શકે છે.
આ પ્રસંગે જાગરણ ન્યૂઝ મીડિયાના CEO ભરત ગુપ્તાએ ભારતમાં ડિજીટલ પ્રકાશનના ભવિશ્ય અંગે આશાસ્પદ ત્રણ બાબતો તરફ ધ્યાન દોરતા ડિજીટલ અગ્રિમતા અને વૈવિદ્યપૂર્ણ કારોબારી વ્યૂહરચના અંગેની પ્રથમ પેનલ ડિસ્કશનનો પ્રારંભ કરાવ્યો હતો.
આજે ભારત 650 મિલિયન કરતા વધારે યુઝર્સ સાથે સૌથી વધુ ઈન્ટરનેટ પોપ્યુલેશનમાં બીજા ક્રમાંક પર છે, અને આ સાથે પેનેટ્રેશન રેટ ફક્ત 55 ટકા છે. બીજુ, જાહેરખબર GDPના ફક્ત 0.7 ટકા છે,જે ડિમોનેટાઈઝનને લઈ વિશ્વાસનું સર્જન કરે છે. ત્રીજી વાત એ છે કે ભારત વિશ્વમાં સૌથી યુવા દેશ છે, તેમ ભરત ગુપ્તાએ જણાવ્યું હતું. ભારતમાં 35 વર્ષથી ઓછી ઉંમરની 60 ટકા કરતા વધારે વસ્તી છેય કન્ઝપ્શનને લગતી પેટર્ન પણ સતત બદલાઈ રહી છે અને આ તમામ ત્રણેય બાબતોને એક સાથે જોવામાં આવે તો પબ્લિશર્સ માટે દેશમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં તક રહેલી છે.
આ પેનલ એલવી નવનીત (CEO, ધ હિન્દુ ગ્રુપ), મરિયમ મેમન મેથ્યુ (CEO, મનોરમા ઓનલાઈન)થી બનેલી હતી અને રિતુ કપુર (સહ-સ્થાપક અને CEO ધ ક્વિંટ) દ્વારા તેની અધ્યક્ષતા કરવામાં આવી હતી.
ભારતીય પ્રકાશકો પરંપરાગત રીતે ખૂબ સારું કન્ટેન્ટ અને પત્રકારિતા ધરાવે છે. આપણે પ્રોડક્ટ અને કારોબારી મોડેલ બન્નેના સંદર્ભમાં પાયાગત બાબતો પર પરત જઈ રહ્યા છીએ અને આપણે આજે વર્ષ 2023માં છીએ, તેમ મેથ્યુએ જણાવ્યું હતું.
આ પ્રસંગે એલવી નવનીતે જણાવ્યું હતું કે હેલ્થી ડિઝીટલ ન્યૂઝનો કારોબાર 40 ટકા રિડર્સ રેવેન્યૂ ધરાવે છે, અને ધ હિંદુ વર્તમાન સમયમાં 50 ટકા ધરાવે છે. મને આશા છે કે આગામી 2-3 વર્ષમાં આ આંકડો 60-65 ટકા સુધી વધી જશે. જ્યારે જાહેરખબરને લઈ વૃદ્ધિ પણ જળવાઈ રહેશે. આગામી 3-5 વર્ષોમાં એવો સમય આવશે કે જ્યારે પ્રિંટ વ્યવસાયમાં ઓર્ગેનિક ઘટાડો ઓફસેટ કરવા માટે ડિજીટલ આવક પૂરતા પ્રમાણમાં વધી શકી નથી, જોકે વિકાસ ઘણો લાભદાયક હોવા સાથે પૂરતો રહેશે.
આ પ્રસંગે જાગરણ ન્યૂઝ મીડિયાની ફેક-ચેકિંગ વિંગે, વિશ્વાસ ન્યૂઝે બેસ્ટ ટ્રસ્ટ ઈનિશિએટિવ માટે સિલ્વર પ્રાઈઝ મેળવ્યો.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.