Stock Market Today: લાલ નિશાન પર શેર બજાર; સેન્સેક્સ 240 પોઈન્ટ તૂટ્યો, જાણો શેરની સ્થિતિ

એશિયન પેન્ટ્સ, બજાજ ફિનસર્વ, ટાઈટન, એચડીએફસી બેન્ક, એચડીએફસી લાઈફ, બ્રિટાનિયા અને એચડીએફસીના શેરમાં 1.35 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 31 Oct 2025 10:43 AM (IST)Updated: Fri, 31 Oct 2025 10:43 AM (IST)
stock-market-today-live-updates-31-october-gift-nifty-live-nse-bse-sensex-nifty-top-gainers-losers

Stock Market Live Updates 31 October: કારોબારી દિવસના છેલ્લા દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 232.87 પોઈન્ટના ઘટાડા સાથે 84,171.59 અને નિફ્ટી 73 પોઈન્ટના ઘટાડા સાથે 25,803.45 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેન્ટ્સ, બજાજ ફિનસર્વ, ટાઈટન, એચડીએફસી બેન્ક, એચડીએફસી લાઈફ, બ્રિટાનિયા અને એચડીએફસીના શેરમાં 1.35 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

મિડકેપ શેરની સ્થિતિ

બંધન બેંક, મોતીલાલ ઓસવાલ, જિંદાલ સ્ટેનલેસ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, એમફેસિસ અને વેદાંત ફેશન્સના શેરમાં 4.4 ટકા સુધી ઘટાડો છે. ઈન્વેંચર્સ નોલેજ, જિલેટ ઈન્ડિયા, એબી કેપિટલ, એમએમ ફાઈનાન્શિયલ, બેયર કૉર્પસાયન્સ અને કોરોમંડલ ઈન્ટરનેશનલના શેરમાં 3.27 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

સ્મૉલકેપ શેરની સ્થિતિ

મનીબોક્સ ફાઈનાન્સ, નાલવા સન્સ, સ્ટેલિઓન ઈન્ડિયા, ઓટોમોટિવ એક્સલના શેર 7.81 ટકા સુધી તૂટ્યા છે. નવિન ફ્લોરિન, ડોલફિન ઓફસોર, કેઆર રેલ એન્જીન, મુંજાલ ઑટો અને ટીડી પાવર સિસ્ટમના શેર 11.26 ટકા સુધીના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

એશિયન અને અમેરિકન બજારની સ્થિતિ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત બાદ એશિયન બજારોમાં તેજી જોવા મળી. જાપાનનો નિક્કી 225 1.7 ટકા વધ્યો, જ્યારે ટોપિક્સ 0.79 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.20 ટકા અને કોસ્ડેક 0.47 ટકા વધ્યો. અમેરિકન બજારની વાત કરીએ તો ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 109.88 પોઈન્ટ ઘટીને 47,522.12 પર બંધ થયો, જ્યારે S&P 500 68.25 પોઈન્ટ ઘટીને 6,822.34 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 377.33 પોઈન્ટ ઘટીને 23,581.14 પર બંધ થયો.