Stock Market 30 April Live, શેર બજાર 30 એપ્રિલ: મહિનાના છેલ્લા દિવસે અને અક્ષય તૃતીયાના દિવસે શેર બજાર લાલ નિશાનમાં જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 133 પોઈન્ટના ઘટાડા સાથે 80,185.23 અને નિફ્ટી 28 પોઈન્ટ ઘટીને 24,307.95 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફિનસર્વ 6.36 ટકા, બજાજ ફાઇનાન્સ 5 ટકા ઘટીને અને ટાટા મોટર્સ 3.13 ટકા ઘટ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની અસર ઘરેલું માર્કેટમાં જોવા મળી રહી છે. 30 એપ્રિલના રોજ પ્રી-ઓપનિંગ સત્રમાં બજારમાં થોડો વધારો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ શેર માર્કેટ લીલા નિશાનમાં આવી ગયો. મંગળવારે પણ બજારમાં થોડો સુધારો જોવા મળ્યો હતો કારણ કે સેન્સેક્સ 70 પોઈન્ટ વધીને 80288 પર અને નિફ્ટી 7.45 પોઈન્ટ વધીને 24355 પર બંધ થયો હતો. પરંતુ આજના ટ્રેડિંગમાં આ ગતિને બ્રેક લાગી છે.
ગ્લોબલ અને એશિયન માર્કેટની સ્થિતિ
બુધવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનના નિક્કી 225 માં 0.14 ટકાનો વધારો થયો, જ્યારે ટોપિક્સમાં 0.5 ટકાનો વધારો થયો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.2 ટકા અને કોસ્ડેક 0.25 ટકા ઘટ્યો હતો. મંગળવારે યુએસ શેરબજાર વધારા સાથે બંધ થયું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 300.03 પોઈન્ટ વધીને 40,527.62 પર પહોંચ્યો, જ્યારે S&P 500 32.07 પોઈન્ટ વધીને 5,560.82 પર પહોંચ્યો.
