Stock Market Today: તેજી બાદ શેર બજારમાં ઘટાડો, સેન્સેક્સ 270 પોઈન્ટ તૂટ્યો, જાણો શેરની સ્થિતિ

સેન્સેક્સ અને નિફ્ટી શરુઆતની તેજી બાદ લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. સેન્સેક્સ 228 પોઈન્ટ ઘટીને 84,539.21 પર કારોબાર કરી રહ્યો છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 28 Oct 2025 10:26 AM (IST)Updated: Tue, 28 Oct 2025 10:26 AM (IST)
stock-market-today-live-updates-28-october-gift-nifty-live-nse-bse-sensex-nifty-top-gainers-losers

Stock Market 28 October Updates, આજનું શેર બજાર: ભારતીય શેર બજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી શરુઆતની તેજી બાદ લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. સેન્સેક્સ 228 પોઈન્ટ ઘટીને 84,539.21 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 70 પોઈન્ટ ઘટીને 25,895 પર કારોબાર કરી રહ્યો છે.

એસબીઆઈ, ટાટા સ્ટીલ, એસબીઆઈ લાઈફ, ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, ટાઈટન અને અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 0.83 ટકા સુધી વધારો નોંધાયો. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડિગો, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને એશિયન પેંટ્સના શેરમાં 0.94 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો.

મિડકેપ શેરની સ્થિતિ

કેયન્સ ટેક, એમક્યોર ફાર્મા, ઈન્ડિયન બેંક, બેંક ઑફ મહારાષ્ટ્ર, યુકો બેંક અને જીઈ વર્નોવા 1.67-2.50 ટકા સુધી વધારો છે. જ્યારે સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, જિલેટ ઈન્ડિયા, પ્રેસ્ટીજ એસ્ટેટ, એજિસ વોપક, વોલ્ટાસ, લિંડે ઈન્ડિયા અને ઓબરૉય રિયલ્ટી 0.76-2.51 ટકા ઘટાડો છે.

સ્મૉલકેપ શેરની સ્થિતિ

સાઈ સિલ્ક્સ, ભારત વાયર રોપ, એન્ટેલોપલ્સ, જીએચસીએલ ટેક્સટાઈલ્સ, ઈન્ડો એમિન્સના શેરમાં 9 ટકા સુધી ઉછાળો છે. મહિન્દ્રા બાટા ઈન્ડિયા, સ્ટેલોઅન ઈન્ડિયા, ઈન્ડો થાય સિક્યોરિટીઝ, એચઓઈસી, શ્રી જગદંબા અને એલિકોન કેસ્ટોલોના શેર 6.27 ટકા સુધી તૂટ્યા છે.