Stock Market Today: શેર બજારની સપાટ શરૂઆત; આંશિક વધારા સાથે ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી

Stock Market Today Live Updates 13 November: આજે ગુરુવારે શેર બજારની સપાટ શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી આંશિક વધારા સાથે નિશાન સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 122 પોઈન્ટના વધારા સાથે 84,589.21 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 37.05 પોઈન્ટના વધારા સાથે 25,912.75 પર કારોબાર કરી રહ્યો છે.

By: Publish Date: Mon, 05 Oct 2026 12:06 PM (IST)Updated: Mon, 05 Oct 2026 12:06 PM (IST)
stock-market-today-live-updates-13-november-gift-nifty-live-nse-bse-sensex-nifty-top-gainers-losers-637213

Stock Market Today Live Updates 13 November: આજે ગુરુવારે શેર બજારની સપાટ શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી આંશિક વધારા સાથે નિશાન સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 122 પોઈન્ટના વધારા સાથે 84,589.21 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 37.05 પોઈન્ટના વધારા સાથે 25,912.75 પર કારોબાર કરી રહ્યો છે.

આજના શેરની સ્થિતિ
ટીએમસીવી, ઓએનજીસી, ઈટરનલ, ઈન્ફોસિસ, એસબીઆઈ લાઈફ, કોટક મહિન્દ્રા બેંક, મેક્સ હેલ્થ, ટાટા કંઝ્યુમર અને ટીએમપીવીના શેર 2.82 ટકા સુધી ઘટ્યા છે. એશિયન પેંટ્સ, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, ઈન્ડિગો, હિંડાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝ, ભારતી એરટેલ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં 3.40 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

મિડકેપ શેરની સ્થિતિ
કોચિન શિપયાર્ડ, એન્ડયોરન્સ ટેક્નોલોજી, પીબી ફિનટેક, ઓલા ઈલેક્ટ્રિક, હેક્ઝાવેર ટેક, એસ્ટ્રલ અને ફોર્ટિસ હેલ્થના શેરમાં 4.42 ટકા સુધી ઘટાડો નોંધાયો છે. અશોક લેલેન્ડ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ભારતી હેક્ઝાવેર, લોયડ મેટલ્સ, બાયોકૉન, ફોનિક્સ મિલ્સ અને એઆઈએ એન્જીનિયરિંગના શેરમાં 2.70 ટકા વધારો નોંધાયો છે.

સ્મૉલકેપ શેરની સ્થિતિ
ઈકો રિસાયક્લિંગ, થોમસ કૂક, હરીઓમ પાઈપ, દોલત અલગોટેકના શેર 7.05 ટકા સુધી તૂટ્યા છે. યુનિવર્સલ કેબલ, એવરેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ, પોપ્યુલર વ્હીકલ, કેર રેટિંગ્સ અને હોન્સા કંઝ્યુમરના શેરમાં 13.03 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો છે.