Sterling Hospitals: વર્લ્ડ બ્રેઈન ટ્યૂમર ડે 2026 નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ દ્વારા બ્રેઈન ટ્યૂમર સર્વાઈવર્સ, તેમના પરિવારજનો અને તબીબી નિષ્ણાતોને એક મંચ પર લાવતો વિશેષ જાગૃતિ અને દર્દી સહભાગિતા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બ્રેઈન ટ્યૂમર અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ દર્દીઓની હિંમત, સંઘર્ષ અને સફળ રિકવરી થવાની સફરને ઉજાગર કરવાનો હતો.
આ વર્ષની થીમ “વહેલી જાગૃતિ દ્વારા ઝડપી અને સચોટ નિદાન” અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બ્રેઈન ટ્યૂમરની સારવાર બાદ સ્વસ્થ જીવન જીવી રહેલા દર્દીઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે સારવાર દરમિયાનનો સંઘર્ષ, પરિવારનો સાથ અને સારવાર પછીના જીવન વિશે વાત કરી, જે અન્ય દર્દીઓ અને તેમના પરિવારજનો માટે પ્રેરણારૂપ બન્યું.
આ પ્રસંગે જાણીતા ન્યુરોસર્જન્સ ડો. ગૌરાંગ વાઘાણી અને ડો. મયંક વેકરિયાએ બ્રેઈન ટ્યૂમરના વહેલા નિદાન અને આધુનિક સારવાર પદ્ધતિઓના મહત્વ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે આજના સમયમાં અદ્યતન ન્યુરોસર્જરી અને યોગ્ય સારવાર દ્વારા બ્રેઈન ટ્યૂમરના ઘણા દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી શકે છે.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડો. ગૌરાંગ વાઘાણીએ જણાવ્યું કે બ્રેઈન ટ્યુમરનાં મુખ્ય બે પ્રકાર છે. 1) સાદી ગાંઠ 2) કેન્સરની ગાંઠ દર વર્ષે વિશ્વમાં ત્રણથી સાડા ત્રણ લાખ નવા કેસોમાં બ્રેઈન ટ્યુમરનું નિદાન થાય છે. દર વર્ષે એકલા ભારત દેશમાં અંદાજે 40 હજાર નવા દર્દીઓમાં મગજની ગાંઠનું નિદાન થાય છે. બ્રેઈન ટ્યુમરનું નિદાન સીટી સ્કેન અને MRI દ્વારા કરવામાં આવે છે આ બીમારીની સારવાર મુખ્યત્વે ખોપડીનું હાડકું ખોલીને મગજની ગાંઠને શસ્ત્રક્રિયા વડે દૂર કરવામાં આવે છે. આ ઓપરેશન ચોકસાઈથી કરવા માટે માઇક્રોસ્કોપ (દૂરબીન), નેવિગેશન ટૂલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સના MD અને CEO સંતોષ મારાઠેએ જણાવ્યું હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ રાજકોટ ખાતે બ્રેઈન ટ્યૂમરની સર્જરી, ક્રેનિયોટોમી, ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશન (DBS), એન્યુરિઝમ કોઇલિંગ અને ક્લિપિંગ સહિતની અનેક મગજ સંબંધિત જટિલ સારવાર અને સર્જરીઓ કરવામાં આવે છે. આ શક્ય બન્યું છે કારણ કે અહીં ફૂટ ટાઈમ કાર્યરત વરિષ્ઠ ન્યુરોસર્જન્સ, 24x7 એક્સપર્ટ કેર, ડેડિકેટેડ ટ્રોમા સેન્ટર અને ICUમાં કોમ્પ્રેહેન્સિવ પોસ્ટ-ઓપરેટિવ ન્યુરો-ક્રિટિકલ કેર ઉપલબ્ધ છે. આની સાથે જ સુપ્રશિક્ષિત નર્સિંગ ટીમો અને એક્ટિવ રિહેબિલિટેશન પ્રોગ્રામ દર્દીઓના ઝડપી અને સારાં રિકવર થવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સર્વાઈવર ગ્રુપ મીટિંગ્સ દર્દીઓ અને તેમના પરિવારજનોને તેમના અનુભવો અને સારવારના પરિણામો એકબીજા સાથે શેર માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે.
કાર્યક્રમ દરમિયાન મ્યુઝિકલ એક્ટિવિટીઝ, મનોરંજક રમતો અને બ્રેઈન ટ્યૂમર સર્વાઈવર્સ દ્વારા વિશેષ કેક કટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદમય અને ઉત્સાહભર્યું બન્યું હતું.
