સ્પિનીએ FADA વ્યાપાર ગુજરાત 2025 ખાતે નવા કાર ડીલર્સ માટે એક્સચેન્જ ઇકોસિસ્મટ મજબૂત કરવા ‘સ્પિની સર્કલ’ એપ રજૂ કરી

સ્પિનીએ પાછલા બે વર્ષમાં 50,000થી વધુ કાર વ્યવહારો સક્ષમ બનાવ્યા છે, જેનાથી પુરવઠો, ગુણવત્તા, કિંમત્ત નિર્ધારણ અને અનુભવમાં ઊંડી સંચાલકીય મજબૂતાઇનું નિર્માણ કરે છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 20 Dec 2025 11:44 PM (IST)Updated: Sat 20 Dec 2025 11:44 PM (IST)
spinny-unveils-spinny-circle-app-to-strengthen-the-exchange-ecosystem-for-new-car-dealers-at-fada-vyapar-gujarat-2025-659124

Spinny: ભારતની અગ્રણી ફૂલ-સ્ટેક યુઝ્ડ કાર પ્લેટફોર્મ સ્પિનીએ સ્પિની સર્કલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે આ ઉદ્યોગનું પ્રથમ એવું પ્લેટફોર્મ છે જેનો લક્ષ્યાંક નવી કાર ડીલરો (NCD) દ્વારા યુઝ્ડ કારનાં એક્સચેન્જમાં વધુ પારદર્શકતા, માળખું અને કાર્યક્ષમતા લાવવાનો છે.

આ પ્લેટફોર્મનું અનાવરણ એફએડીએ વ્યાપાર ગુજરાત 2025માં કરવામાં આવ્યું હતું, જે અમદાવાદમાં સ્પિની સાથે સહ-આયોજિત એફએડીએ ગુજરાતની આગેવાની હેઠળનું ઉદ્યોગ ફોરમ છે, જેમાં ઓટોમેટિવ રિટેઇલ ઇકોસિસ્ટમના હિસ્સેદારોને એકસાથે લાવે છે.

સ્પિની સર્કલ વાહન નિરીક્ષણ અને મૂલ્યાંકનથી વેચાણ અને પતાવટ સુધી સિંગલ માળખાગત માર્ગ ઓફર કરીને ડીલરશીપ એક્સચેન્જ વાહનોને કેવી રીતે સંચાલિત કરે છે તે સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ઝડપી કિંમતની શોધ અને આગાહી કરી શકાય એવી લિક્વિડેશનની સમયસીમાને સક્ષમ કરીને આ પ્લેટફોર્મ ડીલર્સને સંચાલકીય કાર્યક્ષમતા સુધારવા, કાર્યકારી મૂડીને વધુ અસરકારકતાથી સંચાલિત કરવા અને એક્સચેન્જ પ્રક્રિયામાં પારદર્શકતા વધારવામાં સહાય કરે છે.

સ્પિનીએ પાછલા બે વર્ષમાં 50,000થી વધુ કાર વ્યવહારો સક્ષમ બનાવ્યા છે, જેનાથી પુરવઠો, ગુણવત્તા, કિંમત્ત નિર્ધારણ અને અનુભવમાં ઊંડી સંચાલકીય મજબૂતાઇનું નિર્માણ કરે છે. સ્પિની સર્કલ નવા કાર ડીલર્સ માટે ઇકોસિસ્ટમ એક્સચેન્જ કરવા માટે તેની ક્ષમતાને વિસ્તારે છે, જે એક્સચેન્જ વાહનો માટે વધુ સુસંગતતા અને અનુમાન ક્ષમતા લાવવામાં સહાય કરે છે.

સ્પિની નવા કાર ડીલરો સાથે જોડાવા અને વધુ સંગઠિત અને પારદર્શક એક્સચેન્જ ઇકોસિસ્ટમના વિકાસમાં યોગદાન આપવા માટે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન્સ (એફએડીએ) સાથે નીકટતાથી કાર્ય કરે છે. આ જોડાણ મારફતે સ્પિનીનો લક્ષ્યાંક યુઝ્ડ કાર વ્યવહારોમાં શ્રેષ્ઠ પાદર્શકતા અને વિશ્વાસને પ્રોત્સાહન આપવાનો છે, જ્યારે એક્સચેન્જ કાર્સની કિંમત નિર્ધારણ અને વ્યવહાર કેવી રીતે કરવામાં આવે છે તેમાં ડેટા-સમર્થિત અને ગ્રાહકને અનુકૂળ પદ્ધત્તિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

સ્પિનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગુરવીન બેદીએ જણાવ્યું હતું કે વર્ષોથી સ્પિનીએ ભારતના યુઝ્ડ કાર બજારમાં વધુ પારદર્શકતા, સુસંગતતા અને વિશ્વાસ લાવવા માટે કાર્ય કર્યું છે. સ્પિની સર્કલ સાથે અમે હવે નવા કાર ડીલર્સ માટે એક્સચેન્જ ઇકોસિસ્ટમ સુધી આ અભિગમને વિસ્તારી રહ્યા છે, આ એક એવું ક્ષેત્ર છે, જે આવશ્યક માળખું અને સ્પષ્ટતા ધરાવે છે.

જૂના વાહનોને લિક્વિડેટ કરવા માટે વિશ્વસનીય અને કાર્યક્ષમ માર્ગ સક્ષમ કરીને સ્પિની સર્કલ ડીલર્સને કાર્યકારી મૂડીનાં સંચાલનમાં સુધારો કરવામાં સહાય કરે છે, તેની સાથે સાથે કારનાં વેચાણનાં વ્યાપક વિકાસ અને વધુ સંગઠિત ઓટોમોટિવ રિટેઇલ ઇકોસિસ્ટમને ટેકો આપે છે.