AI Stocks Crash: અમેરિકાના શેરબજારમાં હાહાકાર, AI કંપનીના શેરોમાં ઐતિહાસિક કડાકો, રોકાણકારોના 2.5 ટ્રિલિયન ડોલર ડૂબી ગયા

અમેરિકામાં યોજાયેલી ચૂંટણીઓમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતીએ વૈશ્વિક શેરબજારોને મોટો આંચકો આપ્યો છે. AI કંપનીઓને લઈ કડક નિયમોની દહેશત વચ્ચે અમેરિકાના શેરબજારમાં 19 મહિનામાં સૌથી મોટો ઘટાડો થયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 07 Nov 2026 08:59 AM (IST)Updated: Sat, 07 Nov 2026 08:59 AM (IST)
us-stock-market-in-turmoil-historic-plunge-in-ai-stocks-wipes-out-25-trillion-of-investor-wealth

AI Stocks Crash:અમેરિકામાં યોજાયેલી ચૂંટણીઓમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતીએ વૈશ્વિક શેરબજારોને મોટો આંચકો આપ્યો છે. AI કંપનીઓને લઈ કડક નિયમોની દહેશત વચ્ચે અમેરિકાના શેરબજારમાં 19 મહિનામાં સૌથી મોટો ઘટાડો થયો છે.

નાસ્ડેક-100માં ભારે ઘટાડાથી એક જ દિવસમાં રોકાણકારોના આશરે 2.5 ટ્રિલિયન ડોલર એટલે કે 23.50 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનું ધોવાણ થયું છે. તેનાથી વિપરીત ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની જોરદાર ખરીદી તથા ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘટાડાને લીધે મજબૂત સ્થિતિ જોવા મળી છે.

ન્યૂઝ અહેવાલ પ્રમાણે રોકાણકારોને આશંકા છે કે ડેમોક્રેટ સાંસદ AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર અને વીજળીના વપરાશને લઈ કડક નિયમ લાગુ કરવાનું દબાણ વધી શકે છે.

અમેરિકાના AI બિઝનેસ ચિપ, સર્વર, વીજળી અને ડેટા સેન્ટરોમાં ભારે રોકાણ પર ટકેલું છે. આ સંજોગોમાં નિયમોની કડક સ્થિતિ આ સેક્ટરમાં રોકાણની ઝડપને ધીમી પાડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે એનવીડિયાના શેરોમાં આશરે ચાર ટકાનો અને સ્પેસએક્સના શેરમાં 9 ટકાનો કડાકો બોલાયો હતો. અમેઝોન અને ગૂગલના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. AI સાથે સંકળાયેલ શેરમાં વેચવાલીની અસર એશિયાના બજારોમાં જોવા મળી છે.