Lenskart Share Price:અગ્રણી કંપની લેન્સકાર્ટ સોલ્યુન્સ લિમિટેડે શાનદાર પરિણામોને પગલે શેરમાં તેજી નોંધાવી છે.બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) ખાતે શેરનો ભાવ રૂપિયા 28.25 એટલે કે 4.10 ટકા ઉછળી રૂપિયા 717.95 રહ્યો છે.
આજની તેજી બાદ કંપનીનું બજાર મૂડીકરણ રૂપિયા 1.27 લાખ કરોડથી વધારે થઈ ગયું છે. કંપનીનો જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન સંકલિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે બે ગણાથી વધુ વધી રૂપિયા 232.45 કરોડ થયો છે. જે એક વર્ષ અગાઉ રૂપિયા 113 કરોડ હતો.
સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન ચોખ્ખા નફાનું માર્જીન 2.92 ટકા વધીને 8.2 ટકા થયો છે. જ્યારે સંચાલનથી થતી સંકલિત આવક 35.72 ટકા વધી રૂપિયા 2,845.03 કરોડ થઈ છે. જે સપ્ટેમ્બર 2025 ત્રિમાસિક ગાળામાં રૂપિયા 2,096.14 કરોડ હતી.
જ્યારે સપ્ટેમ્બર 2026 ત્રિમાસિક ગાળા દરમિયાન EBITDA વાર્ષિક ધોરણે 50 ટકા વધી રૂપિયા 621 કરોડ થઈ છે,જે એક વર્ષ અગાઉ રૂપિયા 414 કરોડ હતી. EBITDA માર્જીન ગયા વર્ષની આ ત્રિમાસિક ગાળામાં 20 ટકા વધી 22 ટકા થઈ છે.
દરમિયાન ભારતીય શેરબજારમાં આજે શાનદાર તેજી જોવા મળી છે. વિશ્વબજારોમાંથી મળેલા તેજીના સંકેત વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડેક્સ એટલે કે સેન્સેક્સ 2000 પોઇન્ટ એટલે કે 2.60 ટકા વધી 79,30.10 રહ્યો છે. જ્યારે નિફ્ટી 574.90 પોઇન્ટ એટલે કે 2.40 ટકા વધી 24535 રહ્યો છે.
