Stock Market Fall:ભારતીય શેરબજારમાં બુધવારે મંદીમય સ્થિતિ જોવા મળી છે. પ્રારંભિક કામકાજ દરમિયાન બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ આશરે 900 પોઇન્ટ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી 200 પોઇન્ટથી વધુ ઘટ્યો છે. સેન્સેક્સે આ સાથે 73000ની સપાટી ગુમાવી 72600 સપાટી જ્યારે નિફ્ટી 22500 સપાટી નજીક પહોંચી ગયા છે. IT ઈન્ડેક્સમાં આશરે 3.50 ટકાનો કડાકો બોલાયો છે.
IT અને ટેકનોલોજી શેરોમાં દબાણ
આજે શરૂઆતી દિવસ દરમિયાન IT અને ટેકનોલોજી સેક્ટરના શેરોમાં સૌથી વધારે દબાણ જોવા મળી રહ્યું છે. IT ઈન્ડેક્સ 3.37 ટકા તૂટી ગયો છે. જ્યારે Nifty Oil And Gas ઈન્ડેક્સ 1.47 ટકા અને Nifty FMCG ઈન્ડેક્સ 1.43 ટકા તૂટ્યા છે. આ ઉપરાંત રિયલ્ટી, PSU બેન્ક, મેટલ, ફાર્મા શેરોમાં પણ મંદીનું દબાણ જોવા મળે છે.
Jio Platformsના શેરોનું લિસ્ટીંગ
Jio Platformsના શેરોનું આજે શેરબજારમાં તેના ઈશ્યુ પ્રાઈઝ રૂપિયા 1119ની તુલનામાં રૂપિયા 1358 પર લિસ્ટીંગ થયું છે. કંપનીના શેરનું 21.4 ટકા પ્રીમિયમથી લિસ્ટીંગ થયું છે. આ સાથે જિયો પ્લેટફોર્મ્સ માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે બજાર મૂડીકરણની દ્રષ્ટિએ દેશની બીજા ક્રમની સૌથી મોટી કંપની બની ગઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે.
