પૈસા તૈયાર રાખજો! 500 કરોડ ડોલરના જંગી વેલ્યુએશન સાથે આવી રહ્યો છે Razorpay નો IPO

Razorpay IPO Update:અગ્રણી ફિનટેક કંપની રેઝરપે ટૂંક સમયમાં ભારતીય મૂડી બજારમાં તેના શેરોનું લિસ્ટીંગ કરાવવાની યોજના ધરાવે છે. કંપનીને આ માટે મૂડી બજારની નિયમનકર્તા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) પાસેથી મંજૂરી મળી ગઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 04 Nov 2026 11:56 AM (IST)Updated: Wed, 04 Nov 2026 11:56 AM (IST)
razorpay-ipo-gets-sebi-approval-targets-usd-5-billion-valuation

Razorpay IPO Update:અગ્રણી ફિનટેક કંપની રેઝરપે ટૂંક સમયમાં ભારતીય મૂડી બજારમાં તેના શેરોનું લિસ્ટીંગ કરાવવાની યોજના ધરાવે છે. કંપનીને આ માટે મૂડી બજારની નિયમનકર્તા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) પાસેથી મંજૂરી મળી ગઈ છે. મીડિયા અહેવાલ પ્રમાણે કંપનીનું પ્રારંભિક જાહેર ભરણું(IPO) મારફતે રૂપિયા 5,500 કરોડથી રૂપિયા 6,500 કરોડ સુધી ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપની દ્વારા SEBI સમક્ષ જૂન 2026 દરમિયાન આ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યા હતા.

CNBC-TV18એ સૂત્રોને ટાંકી આપેલી માહિતી પ્રમાણે કંપની 500 કરોડ ડોલર એટલે કે આશરે 49,000-50,000 કરોડનું વેલ્યુએશન હાંસલ કરવાનો છે. આ અગાઉ રેજરપેને છેલ્લે વર્ષ 2021માં 750 કરોડ ડોલરનું વેલ્યુએશન હાંસલ થયું હતું. તે સમયે ભંડોળ એકત્રિત કરવાના તબક્કામાં 37.5 કરોડ ડોલર એકત્રિત કર્યાં હતા.

કેવી રીતે શરૂ થઈ Razorpay

રેજરપેની વર્ષ 2014માં શરૂઆત થઈ હતી. આ કંપની IIT રુરકીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હર્ષિલ માથુર અને શશાંક કુમાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. પેમેન્ટ પ્રોસેસિંગ, પેમેન્ટ ગેટવે તથા ડિજિટલ બેન્કિંગ સર્વસિસિ જેવી મહત્વની સુવિધા ઉપબ્ધ કરાવે છે. માર્કેટમાં PayU, કેશફ્રી પેમેન્ટ્સ, પાઈન લેબ્સ, ફોનપે અને પેટીએમ જેવી કંપનીઓ ઉપલબ્ધ છે. આ પૈકી PayU શેરબજારમાં લિસ્ટીંગની તૈયારી કરી રહી છે ત્યારે Paytm અગાઉથી જ લિસ્ટેડ કંપની છે જ્યારે PhonePay આ વર્ષના અંત ભાગ સુધીમાં લિસ્ટીંગ કરાવવાની યોજના ધરાવે છે.