ધનતેરસ પર આ IPOમાં રોકાણકારો પર થયો ધનનો વરસાદ, 90 ટકા પ્રીમિયમથી થયું શાનદાર લિસ્ટીંગ

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 06 Nov 2026 12:06 PM (IST)Updated: Fri, 06 Nov 2026 12:13 PM (IST)
maxwell-engineering-solutions-listing-ipo-lists-with-a-90-per-cent-gain-windfall-on-dhanteras

Maxwell Engineering Solutions Listing:અગ્રણી કંપની મેક્સવેલ એન્જીનીયરિંગ સોલ્યુશન્સ લિમિટેડના શેરોનું આજે શેરબજારમાં તેના શેરના ઈશ્યુ પ્રાઈઝની તુલનામાં 90 ટકા પ્રીમિયમથી રૂપિયા 300.20 પર લિસ્ટીંગ થયું છે.

કંપની દ્વારા તેના પ્રારંભિક જાહેર ભરણા(IPO) માટે શેરદીઠ પ્રાઈઝ બેન્ડ રૂપિયા 158 નક્કી કરવામાં આવી હતી. કંપની તરફથી 800 શેરનો એક લોટ હતો અને રોકાણકારો ઓછામાં ઓછા 2 લોટ માટે અરજી કરી શકતા હતા. અલબત આ રીતે રોકાણકારોને ઓછામાં ઓછા રૂપિયા 252,800 રોકાણ કરવું જરૂરી બને છે.

રોકાણનું મૂલ્ય લિસ્ટીંગ બાદ વધીને રૂપિયા 4,80,320 થયું

જે રોકાણકારોને કંપનીના બે લૉટ એલોટ થયા હશે તેમના રોકાણનું મૂલ્ય લિસ્ટીંગ બાદ વધીને રૂપિયા 4,80,320 થયું છે. એટલે કે રોકાણકારને રૂપિયા 227520 ફાયદો થયો છે. રોકણકારોને દરેક શેર પર રૂપિયા 142.20 ફાયદો થયો છે.

રિટેલ કેટેગરીમાં તે કૂલ 556.09 ગણી અરજી મળી

આ કંપનીના IPOના લિસ્ટીંગ બાદ પણ કંપનીના શેરોમાં તેજી જોવા મળી છે. શરૂઆતી કામકાજ દરમિયાન શેરનો ભાવ 4 ટકાથી વધારે ઉછળ્યા બાદ ઈન્ટ્રા-ડેમાં તે રૂપિયા 314.80 બોલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કંપનીનું જાહેર ભરણું 30 ઓક્ટોબરના રોજ ત્રણ દિવસ માટે ખુલ્યું હતું અને 536.80 ગણું છલકાયું હતું. રિટેલ કેટેગરીમાં તે કૂલ 556.09 ગણી અરજી મળી હતી. જ્યારે QIBમાં IPOને 259.45 ગણા તથા NIIમાં 857.65 ગણું છલકાયું હતું.

જાહેર ભરણાનું કદ રૂપિયા 57.64 કરોડ 

આ જાહેર ભરણાનું કદ રૂપિયા 57.64 કરોડનું હતું અને તે સંપૂર્ણપણે ફ્રેશ શેર પર આધારિત હતું. IPO મારફતે કંપનીએ 36.48 લાખ નવા શેર ઈશ્યુ કર્યાં છે. કંપનીનું આ જાહેર ભરણું 29 ઓક્ટોબરના રોજ એક દિવસ માટે એન્કર ઈન્વેસ્ટર્સ માટે ખુલ્લુ રહ્યું હતું અને રૂપિયા 16.18 કરોડનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હતું.