Stock Market Today: ભારતીય શેરબજારમાં દિવાળી પહેલા તેજીની રોનક જોવા મળી છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સ સતત છઠ્ઠા સેશન દરમિયાન સુધારો નોંધાવતા BSE Sensex આશરે 2000 પોઇન્ટ ઉછળ્યો છે, જ્યારે NSE નિફ્ટી આશરે 575 પોઇ્ન્ટ એટલે કે 2.40 ટકા વધીને 24535 આસપાસ કામકાજ કરી રહ્યો છે. ફાયનાન્શિયલ સર્વિસિસ શેરોમાં તેજી જોવા મળી છે. આ સાથે સેન્સેક્સે અને નિફ્ટીએ મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની 79000 અને 24500 સપાટી કુદાવી દીધી છે.
US મિડ ટર્મ ઈલેક્શનના પરિણામો ભારતીય શેરબજાર માટે સુખદ સાબિત થયા છે. બીજી બાજુ વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ગગડીને 95 ડોલરથી નીચે જતા તેમ જ US ડોલર સામે રૂપિયો મજબૂત બનતા તેની ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર સારી અસર જોવા મળી છે.આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કૂલ માર્કેટ કેપિટલાઈઝેશન રેકોર્ડ લેવલ પર પહોંચ્યું છે. આ પ્રથમ વખત રૂપિયા 500 લાખ કરોડને પાર થયું છે.
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે 1600 પોઇન્ટ ઉછળ્યો
વિશ્વ બજારોમાંથી મળેલા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. સેન્સેક્સ 1600 પોઇન્ટ ઉપર ખુલ્યો હતો. આ સાથે સેન્સેક્સ લાંબા સમય બાદ 79000ની સપાટીને સ્પર્શ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 1લી ડિસેમ્બર 2025ના રોજ શેરબજારે 86159 લેવલ હાંસલ કર્યું હતું. જ્યારે નિફ્ટીએ 5 જાન્યુઆરીના રોજ 26358 લેવલ હાંસલ કર્યું હતું.
વિશ્વ બજારમાં તેજી, સ્થાનિક બજારોને મળ્યો ટેકો
અમેરિકાના બજારોમાં બુધવારે તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજમાં 3 ટકા તેજી જોવા મળી છે. S&P 500 ઈન્ડેક્સ 1.58 ટકા અને નાસડેક કમ્પોઝીટ 0.91 ટકા વધ્યો છે. હકીકતમાં મિડ ટર્મ ઈલેક્શન બાદ ડેમોક્રેટિક પાર્ટીની પકડ સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટીવ્સ બન્ને પર મજબૂત બની છે. તેને લીધે બજારમાં તેજી જોવા મળી છે.
